circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- એફેસીઓને પત્ર ૩:૫આશરે ઈ.સ. ૬૪
જેમ અગાઉની પેઢીના માણસોના દીકરાઓને જાણવામાં આવ્યું ન હતું જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને પવિત્ર આત્મામાં પ્રગટ થયેલા છે.
- એફેસીઓને પત્ર ૩:૬આશરે ઈ.સ. ૬૪
¶ એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, અમારા સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે;
- એફેસીઓને પત્ર ૩:૭આશરે ઈ.સ. ૬૪
ઈશ્વરના સામર્થ્યના પરાક્રમથી તથા તેમના આપેલા કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું.
- એફેસીઓને પત્ર ૩:૮આશરે ઈ.સ. ૬૪
¶ હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું;
- એફેસીઓને પત્ર ૩:૯આશરે ઈ.સ. ૬૪
અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું.
- એફેસીઓને પત્ર ૩:૧૦આશરે ઈ.સ. ૬૪
¶ એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો,
- એફેસીઓને પત્ર ૩:૧૧આશરે ઈ.સ. ૬૪
તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય.
- એફેસીઓને પત્ર ૩:૧૨આશરે ઈ.સ. ૬૪
¶ તેઓ ખ્રિસ્ત ઈસુ માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.
- એફેસીઓને પત્ર ૩:૧૩આશરે ઈ.સ. ૬૪
એ માટે હું માંગુ છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત થશો નહિ કેમ કે તે વિપત્તિ તો તમારો મહિમા છે.
- એફેસીઓને પત્ર ૩:૧૪આશરે ઈ.સ. ૬૪
¶ એ કારણથી પિતા,
- એફેસીઓને પત્ર ૩:૧૫આશરે ઈ.સ. ૬૪
જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે,
- એફેસીઓને પત્ર ૩:૧૬આશરે ઈ.સ. ૬૪
તે પિતા ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.
- એફેસીઓને પત્ર ૩:૧૭આશરે ઈ.સ. ૬૪
¶ અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને,
- એફેસીઓને પત્ર ૩:૧૮આશરે ઈ.સ. ૬૪
સર્વ સંતોની સાથે ખ્રિસ્તનાં પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો,
- એફેસીઓને પત્ર ૩:૧૯આશરે ઈ.સ. ૬૪
ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.
- એફેસીઓને પત્ર ૩:૨૦આશરે ઈ.સ. ૬૪
¶ હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે,
- એફેસીઓને પત્ર ૩:૨૧આશરે ઈ.સ. ૬૪
તેમને ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન.
- એફેસીઓને પત્ર ૪:૧આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
- એફેસીઓને પત્ર ૪:૨આશરે ઈ.સ. ૬૪
સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
- એફેસીઓને પત્ર ૪:૩આશરે ઈ.સ. ૬૪
શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
- એફેસીઓને પત્ર ૪:૪આશરે ઈ.સ. ૬૪
¶ જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;
- એફેસીઓને પત્ર ૪:૫આશરે ઈ.સ. ૬૪
એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
- એફેસીઓને પત્ર ૪:૬આશરે ઈ.સ. ૬૪
એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
- એફેસીઓને પત્ર ૪:૭આશરે ઈ.સ. ૬૪
¶ આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
- એફેસીઓને પત્ર ૪:૮આશરે ઈ.સ. ૬૪
એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.