મુખ્ય સામગ્રી પર જાઓ

Shechem

40 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Sichem

32.2100, 35.2800 ગૂગલ નકશા પર જુઓ

Shechem નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ એબેદના દીકરા ગાઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે અને શખેમ કોણ છે, કે અમે તેની સેવા કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને શું ઝબુલ તેનો અધિકારી નથી? તમે ભલે શખેમના પિતા, હમોરના લોકોની સેવા કરો! શા માટે અમે તેની સેવા કરીએ?

  2. તેણે અબીમેલેખને છેતરવા સંદેશવાહકોને મોકલીને કહેવડાવ્યું, “જો, એબેદનો દીકરો ગાઆલ અને તેના સંબંધીઓ શખેમમાં આવે છે અને તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

  3. ¶ તેથી અબીમેલેખ તથા તેની સાથેના સર્વ માણસો ઊઠ્યા અને તેઓ શખેમ વિરુદ્ધ તેમની ચાર ટુકડીઓ બનાવીને સંતાઈ રહ્યા.

  4. ગાઆલ બહાર જઈને શખેમના માણસોની આગેવાની કરી અને અબીમેલેખની સાથે લડાઈ કરી.

  5. ¶ અબીમેલેખ અરુમામાં રહ્યો. ઝબુલે ગાઆલ તથા તેના સંબંધીઓને શખેમમાંથી બહાર કાઢી મૂક્યા.

  6. શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.

  7. તેથી તેઓએ કહ્યું, “તમે જાણો છો કે દરવર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનાહની દક્ષિણે આવેલુ હતું.”

  8. ¶ રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા.

  9. ¶ પછી યરોબામે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું અને તે ત્યાં રહ્યો. ત્યાંથી રવાના થઈને તેણે પનુએલ બાંધ્યું.

  10. તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

  11. ¶ તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.

  12. ¶ રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા.

  13. ઈશ્વર પોતાની પવિત્રસ્થાનમાંથી બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.

  14. ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.

  15. શખેમમાંથી, શીલોમાંથી તથા સમરુનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા અને પોતાના શરીરો પર પોતાને હાથે ઘા કરેલા એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા લોબાન લઈને યહોવાહના ઘરમાં આવ્યા હતા.