મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ યોશિયા રાજાના સમયમાં યહોવાહે મને પૂછ્યું કે, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પ્રજાએ જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે વ્યભિચાર કર્યો છે.

  2. મેં કહ્યું કે, ‘તેણે આ સર્વ કામ કર્યા પછી મેં ધાર્યું હતું કે, તે મારી તરફ ફરશે પણ તે ફરી નહિ, તેણે જે કર્યું છે તે તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયાએ નિહાળ્યું છે.

  3. ¶ મેં એ પણ જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને હાંકી કાઢી હતી. મેં તેને છૂટાછેડા પ્રમાણ પત્ર આપ્યા હતા. તેમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ વ્યભિચાર કર્યો.

  4. આમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા સાચા હૃદયથી નહિ પણ માત્ર ઢોંગ કરીને મારી તરફ ફરી છે. એમ યહોવાહ કહે છે.

  5. ¶ વળી યહોવાહે મને કહ્યું કે, “વિશ્વાસઘાતી યહૂદિયાની તુલનામાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે!

  6. તેથી જાઓ અને ઉત્તર દિશામાં આ શબ્દો જાહેર કરીને કહે કે, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પાછા આવો યહોવાહ એમ કહે છે કે, હવે હું તારી વિમુખ ક્રોધે ભરાઈને દ્રષ્ટિ નહિ કરું. કેમ કે યહોવાહ કહે છે હું દયાળુ છું હું સર્વકાળ માટે કોપ રાખીશ નહિ.

  7. માત્ર તું તારો દોષ કબૂલ કર અને કહે કે મેં મારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે; અને પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે હું પરદેશીઓની પાસે ગઈ છું! કેમ કે તમે મારું સાંભળ્યું નથી એવું યહોવાહ કહે છે.

  8. ¶ વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ.

  9. મારા મનગમતાં પાળકો હું તમને આપીશ; અને તેઓ ડહાપણ તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.

  10. ¶ વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’”

  11. ¶ તે વખતે યરુશાલેમને તેઓ યહોવાહનું રાજ્યાસન કહેશે, સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુશાલેમમાં યહોવાહના નામની ખાતર એકઠી થશે. અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને કદી આધીન થશે નહિ.

  12. ¶ તે વખતે યહૂદિયાના લોકો ઇઝરાયલના લોકો સાથે ભેગા મળીને ચાલશે. અને ઉત્તર દેશમાંથી નીકળીને જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના વારસા તરીકે આપી હતી તેમાં પાછા આવશે.

  13. પણ મેં કહ્યું કે, હું તને મારા દીકરા જેવો કેમ ગણું અને તને એક રળિયામણી ભૂમિ કેમ આપું, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોતમ વારસો હું તને કેમ આપું? મેં એમ માન્યું હતું કે, તું મને “મારા પિતા” કહીને બોલાવશે.’ અને મારાથી કદી વિમુખ નહિ થાય.

  14. જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.

  15. ખાલી પર્વતો પર સાદ સાંભળવામાં આવ્યો છે. એટલે ઇઝરાયલી લોકોનું રુદન તથા તેઓની વિનંતીઓ સાંભળવામાં આવી છે. કેમ કે તેઓ અવળે માર્ગે ચાલ્યા છે અને તેમના ઈશ્વર યહોવાહને વીસરી ગયા છે.

  16. હે મારો ત્યાગ કરનાર લોકો, તમે પાછા આવો હું તમારું દુષ્કર્મો દૂર કરીશ. જુઓ! અમે તમારી પાસે આવીશું, કેમ કે તમે ઈશ્વર અમારા યહોવાહ છો!

  17. ¶ અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર અને પર્વતો પર જૂઠાં ઉદ્ધારની આશા રાખીએ છીએ તે ખરેખર વ્યર્થ જ છે, કેમ કે ઇઝરાયલનો ઉદ્ધાર અમારા ઈશ્વર યહોવાહમાં જ છે.

  18. અમે લજ્જિત થયા છીએ. અમારું અપમાન અમને ઢાંકે, અમે અમારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી તે આજ સુધી, અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માન્યું નથી.

  19. યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી પાસે પાછો આવ. તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કર અને ફરી મારાથી દૂર જઈશ નહિ.

  20. અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવાહ જીવે છે, એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ તેમનામાં પોતાને આશીર્વાદિત કહેશે અને તેમની સ્તુતિ કરશે.’

  21. કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.’”

  22. ¶ હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.

  23. માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, વિલાપ અને રુદન કરો, કેમ કે યહોવાહનો ઉગ્ર કોપ હજુ આપણા પરથી ઊતર્યો નથી.

  24. ¶ યહોવાહ કહે છે. તે દિવસે રાજાઓ અને અધિકારીઓ ભયને લીધે કાંપશે, યાજકો વિસ્મિત થશે. અને પ્રબોધકો અચંબો પામશે.’

  25. તેથી હું બોલ્યો, આહા, પ્રભુ યહોવાહ, ‘તમને શાંતિ થશે.’ એમ કહીને તમે આ લોકને તથા યરુશાલેમને સંપૂર્ણ છેતર્યા છે. અહીં તો તલવાર જીવ સુધી આવી પહોંચી છે.”