મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribes of Israel વિશે બાઇબલની કલમો

241 કલમો · 21 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ.

  2. ¶ હેફેરના દીકરા સલોફહાદને દીકરા નહોતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. તેની દીકરીઓનાં નામ માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા હતાં.

  3. આ મનાશ્શાનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા બાવનહજાર સાતસો માણસોની હતી.

  4. ¶ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

  5. શૂથેલાહના વંશજો, એરાનથી એરાનીઓનું કુટુંબ.

  6. આ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા બત્રીસહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો તેઓના કુટુંબોની ગણતરી પ્રમાણે આ છે.

  7. ¶ બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

  8. શૂફામથી શૂફામીઓનું કુટુંબ. હૂફામથી હૂફામીઓનું કુટુંબ.

  9. બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ.

  10. આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી.

  11. ¶ દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું.

  12. શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી.

  13. ¶ આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ.

  14. બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.

  15. આશેરની દીકરીનું નામ સેરાહ હતું.

  16. આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.

  17. ¶ નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,

  18. યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

  19. નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી.

  20. ¶ ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી.

  21. ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા.”

  22. ¶ મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, “શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો?

  23. ઇઝરાયલી લોકોને જે દેશ યહોવાહે આપ્યો છે તેમાં જવા માટે તેઓનાં હૃદય તમે કેમ નિરાશ કરો છો?

  24. ¶ જ્યારે મેં તમારા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યુ,

  25. જ્યારે તેઓએ એશ્કોલ ખીણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનાં હૃદય નિરાશ કરી નાખ્યાં કે જેથી તેઓ જે દેશ યહોવાહે તેઓને આપ્યો છે તેમાં પ્રવેશ કરે નહિ.