મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribes of Israel વિશે બાઇબલની કલમો

241 કલમો · 21 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યૂસફ ફળદ્રુપ ડાળી છે; તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે, આ ડાળી દીવાલ પર વિકસે છે.

  2. ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા, અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો અને તેને સતાવ્યો.

  3. પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે, પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા. અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.

  4. તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી, એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી, જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.

  5. તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; તેઓ યૂસફના શિર પર રહેશે, આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.

  6. બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે: સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે.”

  7. ¶ એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં.

  8. ¶ ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.

  9. ¶ પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.

  10. ¶ આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.

  11. “ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.

  12. ¶ અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.

  13. તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.

  14. શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.

  15. ¶ યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.

  16. ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.

  17. ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.

  18. ¶ યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.

  19. બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.

  20. ¶ દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.

  21. આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.

  22. ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.

  23. નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા.”

  24. ¶ જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા.

  25. ¶ જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.