મુખ્ય સામગ્રી પર જાઓ

Soldiers વિશે બાઇબલની કલમો

65 કલમો · 13 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો;

  2. ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.

  3. તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’

  4. સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”

  5. ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’”

  6. ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’”

  7. ¶ પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;

  8. ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.

  9. પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.

  10. તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.

  11. ¶ અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.

  12. ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.

  13. ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.

  14. પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;

  15. ¶ અમે રોમમાં આવ્યા ત્યારે (સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ) પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.