મુખ્ય સામગ્રી પર જાઓ

Self-Denial વિશે બાઇબલની કલમો

198 કલમો · 41 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.

  2. ¶ તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં,

  3. ¶ યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.

  4. તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.

  5. હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;

  6. માત્ર એટલું જ હું (જાણું છું) કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.

  7. પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.

  8. ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.

  9. ¶ આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ.

  10. ¶ તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો.

  11. ¶ તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી.

  12. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.

  13. ¶ ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?

  14. જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”

  15. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.

  16. ¶ વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.

  17. કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.

  18. ¶ જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે.

  19. તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.

  20. ¶ કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.

  21. અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.

  22. ¶ કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.

  23. કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.

  24. કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.

  25. ¶ પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.