Skip to content

Rachel વિશે બાઇબલની કલમો

58 કલમો · 6 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ લાબાન યાકૂબના તંબુમાં, લેઆના તંબુમાં અને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તેને તે મૂર્તિઓ મળી નહિ. તે લેઆના તંબુમાંથી બહાર નીકળીને રાહેલના તંબુમાં ગયો.

  2. ¶ હવે રાહેલ ઘરની મૂર્તિઓને લઈને ઊંટોના જીન ઉપર તેઓને મૂકીને તે પર બેઠી હતી માટે લાબાનને તે મળી નહિ.

  3. તેણે તેના પિતાને કહ્યું, “મારા પિતા, ગુસ્સે ન થાઓ, કેમ કે સ્ત્રીઓની રીત પ્રમાણે મને થયું હોવાથી હું તમારી આગળ ઊઠી શકતી નથી.” આમ લાબાને શોધ કરી પણ ઘરની મૂર્તિઓ તેને મળી નહિ.

  4. જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું.

  5. રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.

  6. યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ કહેવાય છે.

  7. જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી.”

  8. આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, “જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, “મારા દીકરા સંબંધી હું શું કરું?”