Skip to content

Punishments વિશે બાઇબલની કલમો

133 કલમો · 47 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ કાઈને ઈશ્વરને કહ્યું કે, “હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે.

  2. તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”

  3. ¶ પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, “તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને અહીં લાવો અને સળગાવી દો.”

  4. ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે.”

  5. ¶ જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.

  6. આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.

  7. પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.

  8. પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું.

  9. અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય.

  10. ¶ જો કોઈ માણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપવાં.

  11. જો કોઈ ચોરી કરતાં પકડાયા અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ

  12. જો તે સૂર્યોદય પછી ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને મારી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીનો દંડ ભરવા માટે તે પોતે વેચાઈ જાય.

  13. ¶ પરંતુ જો ચોરેલું જાનવર તેની પાસે જીવતું મળી આવે, પછી તે બળદ હોય, ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે.

  14. જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામત તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય.

  15. ¶ અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે, તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું

  16. “તું ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ ઇઝરાયલી કે તેઓની મધ્યે રહેતો પરદેશી પોતાના કોઈપણ બાળકને મોલેખને ચઢાવે તો તેને મૃત્યુદંડ કરવો. દેશના લોકો તેને પથ્થરે મારે.

  17. ¶ કોઈ પુરુષ જો કોઈ સ્ત્રીને અને તેની માતાને એમ બન્નેની સાથે લગ્ન કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે બન્ને સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં. એ માટે કે તમારી મધ્યે કોઈ દુષ્ટતા રહે નહિ.

  18. “જે માણસે યહોવાહને શાપ આપ્યો છે તેને છાવણીથી બહાર લઈ જા. જેઓએ તેને બોલતા સાંભળ્યો હોય તે સર્વએ પોતાના હાથ તેના માથા પર મૂકવા. પછી બધા લોકો પથ્થરો મારીને તેને મારી નાખે.

  19. જે કોઈ બીજાના પશુને મારી નાખે તેણે તેનો બદલો ભરી આપવો, જીવના બદલે જીવ.

  20. તેઓએ તેને બંદીખાનામાં રાખ્યો કેમ કે તેઓને શું કરવું તે હજી નક્કી થયું નહોતું.

  21. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તે માણસ નક્કી માર્યો જાય. સમગ્ર સમાજ એને છાવણી બહાર લાવી પથ્થરે મારે.”

  22. તેથી યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ સમગ્ર સમાજ તેને છાવણીની બહાર લઈ ગયા અને પથ્થરે માર્યો.

  23. ¶ યહોવાહે મૂસાને કહ્યું કે, “લોકોના બધા વડીલોને લઈને તેઓને મારી નાખ. અને દિવસે ખુલ્લી રીતે લોકોની સમક્ષ તેઓને મારી આગળ લટકાવ, જેથી ઇઝરાયલ પરથી મારો ગુસ્સો દૂર થાય.”

  24. ¶ જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ.

  25. મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ.