Preciousness of Christ વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.
મારો પ્રીતમ તેજસ્વી અને લાલચોળ છે, દશ હજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે.
તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે; તેના વાળ ગુચ્છાદાર છે અને તે કાગડાના રંગ જેવી શ્યામ છે.
તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે, તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
તેના ગાલ સુગંધી દ્રવ્યના પલંગ જેવા, તથા મધુર સુગંધવાળાં ફૂલો જેવા છે. જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
તેના હાથ પીરોજથી જડેલી સોનાની વીંટીઓ જેવા છે; નીલમથી જડેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ છે.
તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓ પર ઊભા કરેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે.
તેનું મુખ અતિ મધુર છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની દીકરીઓ, આ મારો પ્રીતમ અને આ મારો મિત્ર.
તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, “જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ.
ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.
તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.
જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”
¶ વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
¶ વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.
જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
¶ અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.
સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
¶ હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું;
¶ વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,
કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું;
¶ તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે.
નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો.
પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.