Skip to content

Murder વિશે બાઇબલની કલમો

131 કલમો · 88 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.

  2. જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.

  3. તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.

  4. છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:

  5. એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,

  6. તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી; કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે.

  7. વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે! તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું, પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે.

  8. કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ.

  9. પણ તમારાં પાપનાં કાર્યોએ તમને તમારા ઈશ્વરથી અલગ કર્યા છે, અને તમારાં પાપોને કારણે તેમણે પોતાનું મુખ તમારાથી સંતાડ્યું છે કે તે સાંભળે નહિ.

  10. કેમ કે તમારા હાથ રક્તથી અને પાપથી ખરડાયેલા છે. તમારા હોઠ જૂઠું બોલે છે અને તમારી જીભ દુષ્ટ વાત કરે છે.

  11. વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું લોહી મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડ્યાં એમ તો નહિ પણ આ સર્વ ઉપર તે લોહી છે.

  12. ¶ તેઓએ મારો ત્યાગ કર્યો છે અને આ સ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓ જેઓને જાણ્યા નહોતા તેઓએ અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને આ સ્થાનને નિર્દોષોના લોહીથી ભરી દીધું છે.

  13. પોતાના દીકરાઓને અગ્નિમાં બાળીને તેઓ બઆલની આગળ દહનીયાર્પણ ચઢાવે તે માટે તેઓએ બઆલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું.

  14. ¶ તે માટે યહોવાહ કહે છે, એવો દિવસ આવે છે” જ્યારે આ ખીણ તોફેથ અથવા બેન-હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે.

  15. આ જગ્યાએ હું યહૂદા અને યરુશાલેમની બધી યોજનાઓ નિષ્ફળ કરીશ. તેઓનો તેઓના શત્રુઓની આગળ તલવારથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે તેઓના હાથથી તેઓને પાડીશ. તેઓના મૃતદેહ હિંસક પશુઓ તથા આકાશના પક્ષીઓ ખાઈ જશે.

  16. વળી હું નગરને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક તે જોઈને તેની સર્વ વિપત્તિ વિષે આશ્ચર્ય પામશે. અને તેનો ફિટકાર કરશે.

  17. તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકળામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના દીકરાઓનું તથા પોતાની દીકરીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.”

  18. ¶ પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.

  19. પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”

  20. તેઓ શહેરમાં આવ્યા ત્યારે નથાન્યાના દીકરા ઇશ્માએલે તથા તેની સાથેના માણસોએ તેઓને મારી નાખીને તેઓને ટાંકામાં ફેંકી દીધા.

  21. પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.

  22. તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું.

  23. તમે આ નગરમાં મારી નંખાયેલા લોકોની સંખ્યા વધારી છે, તેની શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે.

  24. તારે કહેવું કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: હે પોતાનો કાળ લાવવા સારુ પોતાની મધ્યે લોહી વહેવડાવનાર, પોતાને અશુદ્ધ કરવા મૂર્તિઓ બનાવનાર નગર!

  25. ¶ જે લોહી તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયું છે. તું તારો કાળ નજીક લાવ્યું છે અને તારા વર્ષનો અંત આવી પહોંચ્યો છે. તેથી જ મેં તને બધી પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા બધા દેશોના આગળ હાંસીપાત્ર બનાવ્યું છે.