Skip to content

Months વિશે બાઇબલની કલમો

42 કલમો · 20 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરઆથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

  2. બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

  3. દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અદાર મહિનાના ત્રીજા દિવસે આ ભક્તિસ્થાન પૂરેપૂરું બંધાઈ રહ્યું.

  4. ¶ આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીના વીસમા વર્ષે નીસાન માસમાં તેણે દ્રાક્ષારસ પસંદ કર્યો. મેં તે દ્રાક્ષારસ લઈને તેને આપ્યો. હું ઉદાસ હતો. આ પહેલાં તેની હજૂરમાં હું કદી ઉદાસ થયો નહોતો.

  5. ¶ દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ માસની પચીસમી તારીખે પૂરું થયું.

  6. ¶ સ્ત્રીઓની રીત પ્રમાણે દરેક કુમારિકાઓની માવજત બાર માસ સુધી કરાતી હતી. તેઓને તૈયાર કરવાના દિવસો આ પ્રમાણે પૂરા થતાં એટલે છ માસ બોળના તેલથી અને છ માસ સુગંધી પદાર્થો વડે તથા સ્ત્રીઓને પાવન કરનાર પદાર્થોથી કાળજી લઈ કન્યાઓને તૈયાર કરવામાં આવતી. પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જવાનો તેનો વારો આવતો,

  7. ¶ એસ્તેરને અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દસમા મહિનામાં એટલે કે ટેબેથ મહિનામાં રાજમહેલમાં લઈ જવામાં આવી.

  8. ¶ અહાશ્વેરોશ રાજાના બારમા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નીસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિમહિનાને માટે હામાનની હાજરીમાં ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.

  9. ¶ ત્યારે ત્રીજા મહિનાના એટલે સીવાન મહિનાના ત્રેવીસમા દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા અને મોર્દખાયની આજ્ઞા પ્રમાણે યહૂદીઓને લગતો એક હુકમ ભારત દેશથી તે કૂશ સુધીના એકસો સત્તાવીશ પ્રાંતના સૂબાઓ, રાજ્યપાલો અને અમલદારોને તે પ્રાંતની ભાષાઓમાં અને લિપિમાં, તેમ જ યહૂદીઓની ભાષા અને લિપિમાં લખાવવામાં આવ્યો.

  10. ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.

  11. અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.

  12. ¶ દાર્યાવેશ રાજાના બીજા વર્ષના અગિયારમા મહિનાના, એટલે શબાટ મહિનાના, ચોવીસમાં દિવસે ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાહનું વચન આવ્યું કે,

  13. ¶ દાર્યાવેશ રાજાના ચોથા વર્ષમાં, તેના નવમા એટલે કે કિસ્લેવ મહિનાના ચોથા દિવસે યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું.

  14. યહોવાહના સભાસ્થાનના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, “જેમ હું ઘણાં વર્ષથી કરતો આવ્યો છું તેમ પાંચમા માસમાં મારે શોક કરવો જોઈએ?”

  15. “સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉત્સવો થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો!”

  16. ¶ તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો.

  17. એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને સાજાં કરવા માટે હતાં.