મુખ્ય સામગ્રી પર જાઓ

Dedication વિશે બાઇબલની કલમો: Temple of Solomon

63 કલમો · 28 પાસાં

Temple of Solomon વિશે કલમો

  1. ¶ પછી સુલેમાને ઇઝરાયલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરુશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા. જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોશ લાવે.

  2. ઇઝરાયલીઓ બધા એથાનિમ માસ એટલે કે સાતમા માસમાં પર્વના સમયે રાજા સુલેમાન સમક્ષ ભેગા થયા.

  3. ¶ ઇઝરાયલના બધા જ વડીલો આવ્યા અને યાજકોએ કરારકોશ ઊંચક્યો.

  4. યાજકો અને લેવીઓ ઈશ્વરનો કરારકોશ, મુલાકાતમંડપ તથા તંબુમાંનાં બધાં પવિત્ર પાત્રો લઈ આવ્યા.

  5. રાજા સુલેમાન અને ઇઝરાયલના ભેગા થયેલા તમામ લોકો કરારકોશની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટાં અને બળદોનાં અર્પણો ચઢાવ્યાં.

  6. ¶ યાજકો ઈશ્વરના કરારકોશને તેની જગ્યાએ એટલે સભાસ્થાનની અંદરના ખંડમાં, પરમ પવિત્રસ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા.

  7. કેમ કે કરારકોશની જગ્યા પર કરુબોની પાંખો ફેલાયેલી હતી. કરારકોશ પર અને તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું.

  8. તે દાંડાઓ એટલા લાંબા હતા કે તેમને પરમ ઈશ્વરવાણી આગળના પવિત્ર સ્થાનમાંથી જોઈ શકાતા હતા, પરંતુ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં છે.

  9. ¶ ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું.

  10. જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું.

  11. તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.

  12. ¶ પછી સુલેમાને કહ્યું, “ઈશ્વરે કહ્યું છે કે, હું ગાઢ અંધકારમાં રહીશ,

  13. પરંતુ તમારે માટે મેં એક ભક્તિસ્થાન બાંધ્યુ છે, જેમાં તમે સદાકાળ નિવાસ કરો.”

  14. ¶ પછી રાજા ઇઝરાયલના લોકોની સભા તરફ ફર્યો, લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા, તેણે લોકોને આશીર્વાદ આપ્યા.

  15. તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર, પ્રભુની સ્તુતિ થાઓ, જેમણે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના હાથે પૂરું કર્યું છે.

  16. એટલે, ‘હું મારા લોકો ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, તે દિવસથી મેં ઇઝરાયલના કોઈ કુળસમૂહના નગરમાંથી મારા માટે ભક્તિસ્થાન નક્કી કર્યુ નહોતું. પરંતુ લોકોના આગેવાન થવા માટે મેં દાઉદની પસંદગી કરી હતી.’”

  17. ¶ “હવે મારા પિતા દાઉદના હૃદયમાં એમ હતું કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામ માટે એક ભક્તિસ્થાન બાંધવું.

  18. પરંતુ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, ‘મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનું તારા હૃદયમાં રાખ્યું હતું, એ તેં સારું કર્યું હતું.

  19. પણ તે ભક્તિસ્થાન તું બનાવીશ નહિ, પણ તારા પછી જનમનાર તારો પુત્ર મારા નામ માટે ભક્તિસ્થાન બાંધશે.’”

  20. ¶ “હવે ઈશ્વરે પોતાનું વચન પાળ્યું છે. ઈશ્વરે વચન આપ્યા પ્રમાણે, હું મારા પિતા દાઉદ પછી ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયલના ઈશ્વરના નામને અર્થે ભક્તિસ્થાન બાંધ્યું છે.

  21. ત્યાં મેં કોશને માટે જગ્યા બનાવી, જે કોશમાં ઈશ્વરનો કરાર છે, એ કરાર તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા ત્યારે કર્યો હતો.”

  22. ¶ સુલેમાને ઈશ્વરની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ ઊંચા કર્યા.

  23. તેણે કહ્યું, “હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.

  24. તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા તથા તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે થયું છે તેમ.

  25. ¶ હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, ‘મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.’