Skip to content

Commandments વિશે બાઇબલની કલમો

394 કલમો · 3 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?

  2. ¶ એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;

  3. અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.

  4. તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે.

  5. ¶ જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.

  6. જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.

  7. ¶ જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ.

  8. વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.

  9. ¶ પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.

  10. હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?

  11. જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?

  12. ¶ માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.

  13. તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ;

  14. ¶ જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.

  15. તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.

  16. ¶ ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.

  17. તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.

  18. ¶ એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;

  19. સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;

  20. શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.

  21. ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;

  22. અને શેતાનને સ્થાન આપો નહિ.

  23. ¶ ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.

  24. તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.

  25. ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.