Skip to content

Backsliders વિશે બાઇબલની કલમો

196 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અને બીજા તેમને પ્રત્યુત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસરમાંથી બહાર લાવનાર ઈશ્વરને તેઓએ ત્યજી દીધા. અને બીજા દેવોનો સ્વીકાર કરીને તેમની પૂજા કરી. એ જ કારણથી ઈશ્વરે આ બધી વિપત્તિ તેઓના પર મોકલી છે.’”

  2. તેથી તે આસાને મળીને બોલ્યો, “આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે; પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.

  3. ¶ હવે ઘણાં લાંબા સમયથી, ઇઝરાયલીઓ ખરા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓ સદ્દ્બોધ આપનાર યાજક વિનાના અને નિયમશાસ્ત્ર વિનાના હતા.

  4. પરંતુ સંકટના સમયે તેઓ ઇઝરાયલના ઈશ્વર, એટલે પોતાના પ્રભુ તરફ ફર્યા અને તેમનો પોકાર કર્યો ત્યારે ઈશ્વર તેમને મળ્યા.

  5. દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે

  6. કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે.

  7. જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,

  8. તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.

  9. ¶ હે મનુષ્યપુત્ર, તારા લોકોને કહે કે, ‘ન્યાયી માણસ પાપ કરશે તો તેનું ન્યાયીપણું તેને બચાવશે નહિ, જો દુષ્ટ માણસ પોતાના પાપથી પાછો ફરે તો તેની દુષ્ટતાને લીધે તેનો નાશ થશે નહિ. તેમ જ ન્યાયી માણસ પાપ કરશે તો તે પોતાના ન્યાયીપણાથી જીવશે નહિ.

  10. જો હું ન્યાયી માણસને કહું કે, “તે નિશ્ચે જીવશે.” અને જો તે પોતાના ન્યાયીપણામાં ભરોસો રાખીને અન્યાય કરે, તો હું તેનું ન્યાયીપણું યાદ કરીશ નહિ; તેણે કરેલી દુષ્ટતાને લીધે તે માર્યો જશે.

  11. મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.

  12. હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું? હે ઇઝરાયલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં? હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું? હું શી રીતે સબોઈમની જેમ તારી સાથે વર્તું? મારું મન પાછું પડે છે; મારી બધી કરુણા પ્રબળ થાય છે.

  13. રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે.

  14. એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે;

  15. અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડીવાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી.

  16. બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું,

  17. પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે.

  18. બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાના ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;

  19. પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.

  20. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.

  21. અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.

  22. અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.

  23. ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”

  24. ¶ મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;

  25. તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;