circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૧૮:૨૧આશરે ઈ.પૂ. ૬૦૮
તે માટે તેઓના સંતાનોને દુકાળથી નાશ પામવા દે. અને તેઓને તલવારથી મરવા દો. તેઓની સ્ત્રીઓ નિ:સંતાન અને વિધવાઓ થાય. તેઓના પુરુષો માર્યા જાય. અને તેઓના જુવાન પુરુષો લડાઈમાં તલવારથી માર્યા જાય.
- યર્મિયા ૧૮:૨૨આશરે ઈ.પૂ. ૬૦૮
જ્યારે તું તેઓ પર અચાનક સૈન્ય લાવીશ. ત્યારે તેઓના ઘરોમાંથી ચીસો સાંભળવામાં આવશે, કેમ કે મને પકડવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે. અને મારા પગમાં તેઓએ ફાંસો નાખ્યો છે.
- યર્મિયા ૧૮:૨૩આશરે ઈ.પૂ. ૬૦૮
પણ હે યહોવાહ, મારો જીવ લેવા માટે તેઓનાં તમામ કાવતરાંઓ તમે જાણો છો. તમે તેઓના અન્યાય માફ કરશો નહિ, તમારી દ્રષ્ટિથી તેઓનું પાપ ભૂંસી ન નાખો. પણ તેઓને તમારી નજર સમક્ષ ઠોકર ખાઈને પાડી નાખો. તમે તમારા રોષમાં એમને સજા કરો.”
- યર્મિયા ૧૯:૧આશરે ઈ.પૂ. ૬૦૭
¶ યહોવાહે આ પ્રમાણે કહ્યું કે; “જા અને કુંભારની એક માટલી વેચાતી લે. ત્યાર પછી લોકોના તથા યાજકોમાંના કેટલાક વડીલોને તારી સાથે લઈ લે.
- યર્મિયા ૧૯:૨આશરે ઈ.પૂ. ૬૦૭
હાર્સિથ ભાગળના નાકા પાસે બેન-હિન્નોમની ખીણ છે ત્યાં જા. અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ.
- યર્મિયા ૧૯:૩આશરે ઈ.પૂ. ૬૦૭
યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમના રહેવાસીઓ! તમે યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે: “જુઓ, હું આ જગ્યા પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.
- યર્મિયા ૧૯:૪આશરે ઈ.પૂ. ૬૦૭
¶ તેઓએ મારો ત્યાગ કર્યો છે અને આ સ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓ જેઓને જાણ્યા નહોતા તેઓએ અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને આ સ્થાનને નિર્દોષોના લોહીથી ભરી દીધું છે.
- યર્મિયા ૧૯:૫આશરે ઈ.પૂ. ૬૦૭
પોતાના દીકરાઓને અગ્નિમાં બાળીને તેઓ બઆલની આગળ દહનીયાર્પણ ચઢાવે તે માટે તેઓએ બઆલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું.
- યર્મિયા ૧૯:૬આશરે ઈ.પૂ. ૬૦૭
¶ તે માટે યહોવાહ કહે છે, એવો દિવસ આવે છે” જ્યારે આ ખીણ તોફેથ અથવા બેન-હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે.
- યર્મિયા ૧૯:૭આશરે ઈ.પૂ. ૬૦૭
આ જગ્યાએ હું યહૂદા અને યરુશાલેમની બધી યોજનાઓ નિષ્ફળ કરીશ. તેઓનો તેઓના શત્રુઓની આગળ તલવારથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે તેઓના હાથથી તેઓને પાડીશ. તેઓના મૃતદેહ હિંસક પશુઓ તથા આકાશના પક્ષીઓ ખાઈ જશે.
- યર્મિયા ૧૯:૮આશરે ઈ.પૂ. ૬૦૭
વળી હું નગરને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક તે જોઈને તેની સર્વ વિપત્તિ વિષે આશ્ચર્ય પામશે. અને તેનો ફિટકાર કરશે.
- યર્મિયા ૧૯:૯આશરે ઈ.પૂ. ૬૦૭
તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકળામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના દીકરાઓનું તથા પોતાની દીકરીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.”
- યર્મિયા ૧૯:૧૦આશરે ઈ.પૂ. ૬૦૭
¶ પણ જે માણસો તારી સાથે જાય છે તેઓની નજર સમક્ષ તે માટલી તું ભાંગી નાખ,
- યર્મિયા ૧૯:૧૧આશરે ઈ.પૂ. ૬૦૭
તેઓને કહે કે, સૈન્યોના યહોવાહ કહે છે કે; ફરી સમારી નહી શકાય તેવી રીતે કુંભારનું વાસણ ભાગી નાખવામાં આવે છે “તેમ આ લોકને તથા આ નગરને હું ભાગી નાખીશ.” એમ યહોવાહ કહે છે. દફનાવવાની જગ્યા રહે નહિ એટલા પ્રમાણમાં તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે.
- યર્મિયા ૧૯:૧૨આશરે ઈ.પૂ. ૬૦૭
¶ યહોવાહ કહે છે કે, આ સ્થળની તથા તેમાંના રહેવાસીઓની દશા હું એવી કરીશ કે” “આ નગરને હું તોફેથના જેવું કરીશ.
- યર્મિયા ૧૯:૧૩આશરે ઈ.પૂ. ૬૦૭
વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”
- યર્મિયા ૧૯:૧૪આશરે ઈ.પૂ. ૬૦૭
¶ પછી યર્મિયા તોફેથ કે જ્યાં પ્રબોધ કરવા યહોવાહે તેને મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાહના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો કે;
- યર્મિયા ૧૯:૧૫આશરે ઈ.પૂ. ૬૦૭
“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, આ નગર તેમ જ તેની આસપાસનાં નગરો પર જે આવનારી સર્વ વિપત્તિઓ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ હઠીલા બની અને મારું કહ્યું સાંભળ્યું નહિ.”
- યર્મિયા ૨૦:૧આશરે ઈ.પૂ. ૬૦૭
¶ હવે ઈમ્મેરનો દીકરો પાશહૂર યાજક યહોવાહના સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને આ ભવિષ્યવાણી કહેતો સાંભળ્યો,
- યર્મિયા ૨૦:૨આશરે ઈ.પૂ. ૬૦૭
તેથી પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો. પછી તેણે તેને યહોવાહના સભાસ્થાનની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેને મૂક્યો.
- યર્મિયા ૨૦:૩આશરે ઈ.પૂ. ૬૦૭
¶ બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાહે તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ એટલે સર્વત્ર ભય એવું પાડ્યું છે.
- યર્મિયા ૨૦:૪આશરે ઈ.પૂ. ૬૦૭
કેમ કે યહોવાહ કહે છે કે તું પોતાને તથા તારા સર્વ મિત્રો પર ભયરૂપ થઈ પડે એવું હું કરીશ. તેઓ પોતાના શત્રુઓની તલવારથી મૃત્યુ પામશે. અને તું તારી નજરે જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઈશ. તે તેઓને કેદ કરીને બાબિલ લઈ જશે અને ત્યાં તેઓને તલવારથી મારી નાખશે.
- યર્મિયા ૨૦:૫આશરે ઈ.પૂ. ૬૦૭
¶ હું આ નગરની સર્વ સંપત્તિ, તેની સર્વ પેદાશ અને તેની સર્વ કિંમતી વસ્તુઓ અને યહૂદિયાના રાજાઓનો બધો ખજાનો તેઓના શત્રુઓને સોંપી દઈશ, તેઓ તેને લૂંટશે. અને તેઓને પકડીને બાબિલ લઈ જશે.
- યર્મિયા ૨૦:૬આશરે ઈ.પૂ. ૬૦૭
વળી હે પાશહૂર, તું અને તારા ઘરમાં રહેનાર સર્વ બંદીવાન થશો. તમને બાબિલ લઈ જવામાં આવશે, અને ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે. તેઓ પણ ત્યાં મરશે. અને ત્યાં જ તેઓને દફનાવામાં આવશે.
- યર્મિયા ૨૦:૭આશરે ઈ.પૂ. ૬૦૭
હે યહોવાહ, તમે મને છેતર્યો છે; અને હું ફસાઈ ગયો. મારા કરતાં તમે બળવાન છો અને તમે મને જીત્યો છે. હું આખો દિવસો તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. સર્વ લોકો મારી મશ્કરી કરે છે.