મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લેવીય ૨૪:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલના લોકોને કહે કે, દીવીમાં અખંડ દીપ પ્રગટતો રાખવા માટે જૈતૂનનું શુદ્ધ તેલ લાવે.

  2. લેવીય ૨૪:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ સાક્ષ્યપેટીના પડદાની બહાર બાજુ મુલાકાતમંડપમાં યહોવાહની સંમુખ સાંજથી સવાર સુધી તે દીપ યહોવાહ સમક્ષ પ્રગટતો રહે તેની કાળજી હારુન રાખે. તે વંશપરંપરા તમારા માટે સદાનો વિધિ થાય.

  3. લેવીય ૨૪:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મુખ્ય યાજકે હંમેશા શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવાહ સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માટે કાળજી રાખવી.

  4. લેવીય ૨૪:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તમારે મેંદો લેવો અને તેની બાર રોટલી કરવી. દરેક રોટલી બે દશાંશ એફાહની હોય.

  5. લેવીય ૨૪:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તમારે તે બાર રોટલી શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવાહની સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવી.

  6. લેવીય ૨૪:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તે બન્ને થપ્પી પર તમારે શુદ્ધ લોબાન મૂકવો, એ સારુ કે રોટલીને સારુ તે યાદગીરીરૂપ થાય. અને યહોવાહને સારુ હોમયજ્ઞ થાય.

  7. લેવીય ૨૪:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પ્રતિ વિશ્રામવારે તે યહોવાહ સમક્ષ નિયમિત રાખે. અને ઇઝરાયલીઓ તરફથી એ સદાનો કરાર છે.

  8. લેવીય ૨૪:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને આ અર્પણ હારુન તથા તેના પુત્રોનું થાય. આ રોટલી તેઓ પવિત્ર જગ્યાએ ખાય. કેમ કે તે યહોવાહને ચઢાવાતા હોમયજ્ઞોમાંનો યાજકને મળતો પવિત્ર ભાગ છે.”

  9. લેવીય ૨૪:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ હવે એમ થયું કે, એક દિવસ ઇઝરાયલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો તે ઇઝરાયલના લોકો મધ્યે ફરવા નીકળ્યો.

  10. લેવીય ૨૪:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલી સ્ત્રીના દીકરાએ યહોવાહના નામનું દુર્ભાષણ કરીને તેમને શાપ દીધો. તેથી લોકો તેને મૂસા પાસે લાવ્યા. તેની માતાનું નામ શલોમીથ હતું. તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી.

  11. લેવીય ૨૪:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    યહોવાહથી તેમની ઇચ્છા જણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તેને ચોકીમાં રાખ્યો.

  12. લેવીય ૨૪:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,

  13. લેવીય ૨૪:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “જે માણસે યહોવાહને શાપ આપ્યો છે તેને છાવણીથી બહાર લઈ જા. જેઓએ તેને બોલતા સાંભળ્યો હોય તે સર્વએ પોતાના હાથ તેના માથા પર મૂકવા. પછી બધા લોકો પથ્થરો મારીને તેને મારી નાખે.

  14. લેવીય ૨૪:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ત્યારબાદ તું ઇઝરાયલીઓને કહે કે, ‘જે કોઈ માણસ યહોવાહને શાપ આપે તેનું પાપ તેને માથે.

  15. લેવીય ૨૪:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે કોઈ યહોવાહના નામનું દુર્ભાષણ કરે તે નિશ્ચે માર્યો જાય. અને આખી જમાત તેને નિશ્ચે પથ્થરે મારે. પછી ભલે તે ઇઝરાયલનાં વતની હોય કે પરદેશી હોય. જો કોઈ યહોવાહના નામનું દુર્ભાષણ કરે તો તે નિશ્ચે માર્યો જાય.

  16. લેવીય ૨૪:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મૃત્યુદંડ આપવો.

  17. લેવીય ૨૪:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે કોઈ બીજાના પશુને મારી નાખે તેણે તેનો બદલો ભરી આપવો, જીવના બદલે જીવ.

  18. લેવીય ૨૪:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જો કોઈ વ્યક્તિ તેના પડોશીને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તેવું જ તેને કરવું:

  19. લેવીય ૨૪:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ભાંગવાને બદલે ભાંગવું, આંખને બદલે આંખ, દાંત બદલે દાંત. જેવી ઈજા તેણે કોઈ વ્યક્તિને કરી હોય તેવી જ ઈજા તેને કરવી.

  20. લેવીય ૨૪:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે કોઈ વ્યક્તિ કોઈ પશુને મારી નાખે તો તેણે બદલો ભરી આપવો. પણ જો કોઈ માણસને મારી નાખે તો તેને મૃત્યુદંડ આપવો.

  21. લેવીય ૨૪:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જેમ વતનીઓને માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે લાગુ કરવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.’

  22. લેવીય ૨૪:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને મૂસાએ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહ્યું. પછી તેઓ યહોવાહને શાપ આપનાર માણસને છાવણી બહાર લાવ્યા. અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે લોકોએ કર્યું.

  23. લેવીય ૨૫:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ સિનાઈ પર્વત પર યહોવાહે મૂસાને કહ્યું,

  24. લેવીય ૨૫:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “તું ઇઝરાયલી લોકોને આ કહે કે, ‘જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવાહ માટે વિશ્રામવાર પાળે.

  25. લેવીય ૨૫:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષવાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો.