- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- લેવીય ૯:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું.
- લેવીય ૯:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું.
- લેવીય ૯:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી હારુને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશીર્વાદ આપ્યો; પછી પાપાર્થાર્પણ, દહનીયાર્પણ તથા શાંત્યર્પણના અર્પણ કરીને તે નીચે ઊતર્યો.
- લેવીય ૯:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા, પછી ફરીથી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યો અને બધા લોકોને યહોવાહના ગૌરવના દર્શન થયા.
- લેવીય ૯:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
યહોવાહની સંમુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહનીયાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યાં. જ્યારે સર્વ લોકોએ આ જોયું, ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા.
- લેવીય ૧૦:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાની ધૂપદાની લઈને તેમાં અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. પછી તેઓએ યહોવાહની આગળ અસ્વીકૃત અગ્નિ ચઢાવ્યો, જે વિષે યહોવાહે તેઓને ચઢાવવાની આજ્ઞા કરી નહોતી.
- લેવીય ૧૦:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા.
- લેવીય ૧૦:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું, ‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે. હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’ હારુન કંઈ પણ બોલ્યો નહિ.
- લેવીય ૧૦:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”
- લેવીય ૧૦:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા.
- લેવીય ૧૦:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
પછી મૂસાએ હારુન તથા તેના પુત્રો એલાઝારને તથા ઈથામારને કહ્યું, “તમારા માથાના વાળ છૂટા ન રાખો અને તમારાં વસ્ત્રો ન ફાડો, જેથી તમે માર્યા ન જાઓ અને જેથી યહોવાહ આખી સભા પર ગુસ્સે ન થાય. પરંતુ બીજા બધા ઇઝરાયલીઓ ભલે યહોવાહે મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માટે વિલાપ કરે ને શોક પાળે.
- લેવીય ૧૦:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે.” તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા.
- લેવીય ૧૦:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહોવાહે હારુનને કહ્યું,
- લેવીય ૧૦:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
“જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે.
- લેવીય ૧૦:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
તમે પવિત્ર તથા સામાન્ય બાબતની વચ્ચે અને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો.
- લેવીય ૧૦:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો.”
- લેવીય ૧૦:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા દીકરા એલાઝારને તથા ઈથામારને કહ્યું, “યહોવાહને ચઢાવેલા ખાદ્યાર્પણમાંથી બાકી રહેલું અર્પણ લઈને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે ખાવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.
- લેવીય ૧૦:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે.
- લેવીય ૧૦:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે.
- લેવીય ૧૦:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય.”
- લેવીય ૧૦:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની માંગ કરી અને ખબર પડી કે તેને બાળી દેવામાં આવ્યો હતો. તેથી તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ગુસ્સે થઈને કહ્યું,
- લેવીય ૧૦:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
“તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે.
- લેવીય ૧૦:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
જો તેનું રક્ત તંબુમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી જેમ મેં આજ્ઞા કરી હતી તેમ, તમારે તે ચોક્કસપણે તંબુની અંદર ખાવું જોઈતું હતું.”
- લેવીય ૧૦:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી હારુને મૂસાને જવાબ આપ્યો, “જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?”
- લેવીય ૧૦:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.