મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Moses & The Exodus

God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.

415 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. નિર્ગમન ૧૧:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તમે ઇઝરાયલીઓને કહેજો કે; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસેથી સોનાચાંદીના ઘરેણાં માગી લે.’

  2. નિર્ગમન ૧૧:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પછી યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ ઉપજાવ્યો. ફારુનના ચાકરો અને લોકોની નજરમાં મૂસા મહાન અને આદરપાત્ર મનાયો.”

  3. નિર્ગમન ૧૧:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મૂસાએ લોકોને કહ્યું, “યહોવાહ એવું કહે છે કે, ‘આજે મધ્યરાત્રિએ હું મિસરમાં ફરીશ.’

  4. નિર્ગમન ૧૧:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત પછી તે રાજ્યાસન પર બિરાજનાર ફારુનનો પ્રથમજનિત હોય કે ઘંટીએ દળણાં દળનારી દાસીનો પ્રથમજનિત હોય તે સર્વ મૃત્યુ પામશે.’”

  5. નિર્ગમન ૧૧:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને સમગ્ર મિસર દેશમાં અગાઉ કદી પણ થઈ ના હોય એવી ભારે રડારોળ સર્જાશે. એવું આક્રંદ ભવિષ્યમાં ફરીથી કદી થશે નહિ.

  6. નિર્ગમન ૧૧:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પરંતુ ઇઝરાયલના કોઈ પણ મનુષ્ય કે જાનવરનું કોઈ નામ લઈ શકશે નહિ. તેઓની સામે કૂતરા પણ જીભ હલાવશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવાહ મિસરીઓ તથા ઇઝરાયલપુત્રો વચ્ચે ભેદ રાખે છે.

  7. નિર્ગમન ૧૧:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પછી તમારા આ બધા જ ચાકરો મારી પાસે આવશે. મને પગે લાગશે. અને કહેશે કે, તમે તથા તમારા બધા લોકો જતા રહો. અને ત્યારપછી જ હું તો અહીંથી જવાનો છું. પછી મૂસા કોપાયમાન થઈને ફારુનની પાસેથી જતો રહ્યો.”

  8. નિર્ગમન ૧૧:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુને તમારી વાત કેમ સાંભળી નહિ? એ માટે કે હું મિસર દેશમાં વધારે ચમત્કારો બતાવી શકું.”

  9. નિર્ગમન ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેથી મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાહે ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇઝરાયલીઓને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.

  10. ¶ મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું,

  11. નિર્ગમન ૧૨:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.”

  12. નિર્ગમન ૧૨:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું.

  13. નિર્ગમન ૧૨:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.”

  14. નિર્ગમન ૧૨:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ.

  15. નિર્ગમન ૧૨:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે.

  16. નિર્ગમન ૧૨:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ.

  17. નિર્ગમન ૧૨:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.”

  18. નિર્ગમન ૧૨:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું.

  19. નિર્ગમન ૧૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું.

  20. નિર્ગમન ૧૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.

  21. નિર્ગમન ૧૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું.

  22. નિર્ગમન ૧૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ.

  23. નિર્ગમન ૧૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”

  24. નિર્ગમન ૧૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે.

  25. નિર્ગમન ૧૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.