circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- તિતસને પત્ર ૧:૧૪આશરે ઈ.સ. ૬૫
તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
- તિતસને પત્ર ૧:૧૫આશરે ઈ.સ. ૬૫
શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
- તિતસને પત્ર ૧:૧૬આશરે ઈ.સ. ૬૫
અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.
- તિતસને પત્ર ૨:૧આશરે ઈ.સ. ૬૫
¶ પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે.
- તિતસને પત્ર ૨:૨આશરે ઈ.સ. ૬૫
વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ.
- તિતસને પત્ર ૨:૩આશરે ઈ.સ. ૬૫
એ જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કૂથલી નહિ કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ નહિ પીનારી, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ;
- તિતસને પત્ર ૨:૪આશરે ઈ.સ. ૬૫
એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને,
- તિતસને પત્ર ૨:૫આશરે ઈ.સ. ૬૫
આત્મસંયમી, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું શીખવવે, જેથી ઈશ્વરનાં વચનનો તિરસ્કાર ન થાય.
- તિતસને પત્ર ૨:૬આશરે ઈ.સ. ૬૫
તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ.
- તિતસને પત્ર ૨:૭આશરે ઈ.સ. ૬૫
સારાં કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા; તારા ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા,
- તિતસને પત્ર ૨:૮આશરે ઈ.સ. ૬૫
અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય.
- તિતસને પત્ર ૨:૯આશરે ઈ.સ. ૬૫
દાસો તેઓના માલિકોને આધીન રહે, સર્વ રીતે તેઓને પ્રસન્ન રાખે, સામે બોલે નહિ,
- તિતસને પત્ર ૨:૧૦આશરે ઈ.સ. ૬૫
ઉચાપત કરે નહિ પણ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર થાય એવો બોધ કર; કે જેથી તેઓ બધી રીતે આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરના શિક્ષણને શોભાવે.
- તિતસને પત્ર ૨:૧૧આશરે ઈ.સ. ૬૫
કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે;
- તિતસને પત્ર ૨:૧૨આશરે ઈ.સ. ૬૫
તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું;
- તિતસને પત્ર ૨:૧૩આશરે ઈ.સ. ૬૫
અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી;
- તિતસને પત્ર ૨:૧૪આશરે ઈ.સ. ૬૫
જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.
- તિતસને પત્ર ૨:૧૫આશરે ઈ.સ. ૬૫
આ વાતો તું લોકોને કહે, બોધ કર અને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર અને ઠપકો આપ. કોઈ પણ વ્યક્તિને તિરસ્કારભરી નજરે જોવા ન દઈશ.
- તિતસને પત્ર ૩:૧આશરે ઈ.સ. ૬૫
¶ તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને.
- તિતસને પત્ર ૩:૨આશરે ઈ.સ. ૬૫
કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
- તિતસને પત્ર ૩:૩આશરે ઈ.સ. ૬૫
કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
- તિતસને પત્ર ૩:૪આશરે ઈ.સ. ૬૫
પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
- તિતસને પત્ર ૩:૫આશરે ઈ.સ. ૬૫
ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.
- તિતસને પત્ર ૩:૬આશરે ઈ.સ. ૬૫
પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;
- તિતસને પત્ર ૩:૭આશરે ઈ.સ. ૬૫
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.