મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 તિમોથીને ૨:૪આશરે ઈ.સ. ૬૬

    યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.

  2. 2 તિમોથીને ૨:૫આશરે ઈ.સ. ૬૬

    વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.

  3. 2 તિમોથીને ૨:૬આશરે ઈ.સ. ૬૬

    મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ.

  4. 2 તિમોથીને ૨:૭આશરે ઈ.સ. ૬૬

    હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે

  5. 2 તિમોથીને ૨:૮આશરે ઈ.સ. ૬૬

    ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ;

  6. 2 તિમોથીને ૨:૯આશરે ઈ.સ. ૬૬

    જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.

  7. 2 તિમોથીને ૨:૧૦આશરે ઈ.સ. ૬૬

    હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે.

  8. 2 તિમોથીને ૨:૧૧આશરે ઈ.સ. ૬૬

    આ વચન વિશ્વાસયોગ્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ;

  9. 2 તિમોથીને ૨:૧૨આશરે ઈ.સ. ૬૬

    જો આપણે (અંત સુધી) ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો (ઈસુ ખ્રિસ્ત) આપણો પણ નકાર કરશે;

  10. 2 તિમોથીને ૨:૧૩આશરે ઈ.સ. ૬૬

    જો આપણે અવિશ્વાસી હોઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.

  11. 2 તિમોથીને ૨:૧૪આશરે ઈ.સ. ૬૬

    ¶ તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ (તેઓને) એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.

  12. 2 તિમોથીને ૨:૧૫આશરે ઈ.સ. ૬૬

    જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.

  13. 2 તિમોથીને ૨:૧૬આશરે ઈ.સ. ૬૬

    પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,

  14. 2 તિમોથીને ૨:૧૭આશરે ઈ.સ. ૬૬

    અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: (એવા માણસોમાંના) હુમનાયસ તથા ફિલેતસ છે.

  15. 2 તિમોથીને ૨:૧૮આશરે ઈ.સ. ૬૬

    પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.

  16. 2 તિમોથીને ૨:૧૯આશરે ઈ.સ. ૬૬

    પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’

  17. 2 તિમોથીને ૨:૨૦આશરે ઈ.સ. ૬૬

    મોટા ઘરમાં કેવળ સોનાચાંદીનાં જ નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંના કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે.

  18. 2 તિમોથીને ૨:૨૧આશરે ઈ.સ. ૬૬

    એ માટે જો કોઈ તેઓથી (હલકાં કાર્યોથી) પોતાને (દૂર રાખીને) શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.

  19. 2 તિમોથીને ૨:૨૨આશરે ઈ.સ. ૬૬

    વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.

  20. 2 તિમોથીને ૨:૨૩આશરે ઈ.સ. ૬૬

    મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે.

  21. 2 તિમોથીને ૨:૨૪આશરે ઈ.સ. ૬૬

    પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ;

  22. 2 તિમોથીને ૨:૨૫આશરે ઈ.સ. ૬૬

    વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો (કરવાની બુદ્ધિ) આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.

  23. 2 તિમોથીને ૨:૨૬આશરે ઈ.સ. ૬૬

    અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.

  24. 2 તિમોથીને ૩:૧આશરે ઈ.સ. ૬૬

    ¶ પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે.

  25. 2 તિમોથીને ૩:૨આશરે ઈ.સ. ૬૬

    કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ,