- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 1 યોહાનનો પત્ર ૫:૭આશરે ઈ.સ. ૯૦
જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.
- 1 યોહાનનો પત્ર ૫:૮આશરે ઈ.સ. ૯૦
સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક સાથે સમંત છે.
- 1 યોહાનનો પત્ર ૫:૯આશરે ઈ.સ. ૯૦
¶ જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મહાન છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે.
- 1 યોહાનનો પત્ર ૫:૧૦આશરે ઈ.સ. ૯૦
જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.
- 1 યોહાનનો પત્ર ૫:૧૧આશરે ઈ.સ. ૯૦
¶ આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે.
- 1 યોહાનનો પત્ર ૫:૧૨આશરે ઈ.સ. ૯૦
જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.
- 1 યોહાનનો પત્ર ૫:૧૩આશરે ઈ.સ. ૯૦
¶ તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે.
- 1 યોહાનનો પત્ર ૫:૧૪આશરે ઈ.સ. ૯૦
તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે.
- 1 યોહાનનો પત્ર ૫:૧૫આશરે ઈ.સ. ૯૦
જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
- 1 યોહાનનો પત્ર ૫:૧૬આશરે ઈ.સ. ૯૦
¶ જો કોઈ પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતો જુએ તો તેણે તેના માટે પ્રાર્થના કરવી, માટે ઈશ્વર તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે તમારે તે માટે પ્રાર્થના કરવી જોઈએ.
- 1 યોહાનનો પત્ર ૫:૧૭આશરે ઈ.સ. ૯૦
સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે.
- 1 યોહાનનો પત્ર ૫:૧૮આશરે ઈ.સ. ૯૦
¶ આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.
- 1 યોહાનનો પત્ર ૫:૧૯આશરે ઈ.સ. ૯૦
આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
- 1 યોહાનનો પત્ર ૫:૨૦આશરે ઈ.સ. ૯૦
¶ વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે.
- 1 યોહાનનો પત્ર ૫:૨૧આશરે ઈ.સ. ૯૦
પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.
- 2 યોહાનનો પત્ર ૧:૧આશરે ઈ.સ. ૯૦
¶ પસંદ કરેલી બહેનને તથા તેનાં બાળકોને લખનાર વડીલ.
- 2 યોહાનનો પત્ર ૧:૨આશરે ઈ.સ. ૯૦
જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે.
- 2 યોહાનનો પત્ર ૧:૩આશરે ઈ.સ. ૯૦
ઈશ્વરપિતાથી તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ આપણી સાથે સત્ય તથા પ્રેમમાં રહેશે.
- 2 યોહાનનો પત્ર ૧:૪આશરે ઈ.સ. ૯૦
¶ જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું.
- 2 યોહાનનો પત્ર ૧:૫આશરે ઈ.સ. ૯૦
હવે, બહેન, હું નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખતાં તને અરજ કરું છું કે આપણે માંહોમાંહે પ્રેમ રાખીએ.
- 2 યોહાનનો પત્ર ૧:૬આશરે ઈ.સ. ૯૦
આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે અને જેમ તમે આરંભથી સાંભળ્યું છે તેમ આજ્ઞા તે જ છે કે તમે પ્રેમમાં ચાલો.
- 2 યોહાનનો પત્ર ૧:૭આશરે ઈ.સ. ૯૦
¶ કારણ કે દુનિયામાં ઘણાં છેતરનારાં ઊભા થયા છે; જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ છેતરનાર તથા ખ્રિસ્ત-વિરોધી છે.
- 2 યોહાનનો પત્ર ૧:૮આશરે ઈ.સ. ૯૦
તમે પોતાના વિષે સાવચેત રહો, કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો.
- 2 યોહાનનો પત્ર ૧:૯આશરે ઈ.સ. ૯૦
¶ જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તનાં શિક્ષણમાં રહેતો નથી, તેની પાસે ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે.
- 2 યોહાનનો પત્ર ૧:૧૦આશરે ઈ.સ. ૯૦
જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો.