મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યહોવાહ કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, “અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?’ એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.

  2. ¶ તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

  3. અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. “પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

  4. ¶ “સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.

  5. સૈન્યોના યહોવાહ કહે છે, કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રજાઓ વચ્ચે મારું નામ મહાન ગણાય છે; સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. સર્વ પ્રજાઓ મધ્યે મારું નામ મહાન ગણાય છે.”

  6. પણ પ્રભુની મેજ અપવિત્ર છે, તેમનું ફળ તથા અન્ન ધિક્કારપાત્ર છે એવું કહીને તમે તેમનું અપમાન કરો છો.

  7. ¶ વળી તમે કહો છો, “આ કેવું કંટાળાજનક છે,’ તમે તેની સામે છીંક્યા છો,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ અને માંદાં પશુઓ લઈને આવો છો; અને એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?”

  8. “જે ઠગ માનતા માનીને પોતાના ટોળાંમાં નર જાનવર હોવા છતાં ખોડવાળાં પશુને પ્રભુ યહોવાહ માટે બલિદાનમાં ચઢાવે છે તે શાપિત થાઓ! કેમ કે હું મહાન રાજા છું, “મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે.” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

  9. સૈન્યોના યહોવાહ કહે છે, “જો તમે મને સાંભળો નહિ અને મારા નામને મહિમા આપવાનું તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, અને તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે, કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી.

  10. ¶ જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.

  11. ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

  12. ¶ “તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, અને તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તે મારો આદર કરતો હતો અને મારા નામનો ભય રાખતો હતો.

  13. સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતો હતો, અને તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતો હતો.

  14. કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, અને લોકો તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.

  15. ¶ પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણાં લોકોને નિયમનો આદર કરવા વિષે ઠોકર ખવડાવ્યા છો. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

  16. “મેં તમને લોકોની આગળ ધિક્કારપાત્ર અને અધમ બનાવી દીધા છે, કેમ કે તમે મારા માર્ગોને વળગી રહ્યા નથી, પણ શિક્ષણ આપવામાં તમે પક્ષપાત કર્યો છે.”

  17. ¶ શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે અવિશ્વાસુ રહીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?

  18. યહૂદાએ અવિશ્વાસુ છે, અને ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, અને તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.

  19. જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.

  20. ¶ અને તમે પણ આવું કરો છો. તમે તમારાં આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાહની વેદીને ઢાંકી દો છો, કેમ કે તેઓ તમારાં અર્પણો જોવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી.

  21. ¶ પણ તું કહે છે, “શા માટે તે નહિ?” કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.

  22. શું તેણે પોતાના આત્માનાં અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.

  23. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, “હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે “જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. “માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો.”

  24. ¶ તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, “કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?” એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.

  25. ¶ “જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું, તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે; અને કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ, તે આવી રહ્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.