God
God નો ઉલ્લેખ કરતી કલમો
¶ તેઓ મારા લોકોને પવિત્ર તથા અપવિત્ર વચ્ચેનો ભેદ શીખવે; તેઓએ શુદ્ધ તથા અશુદ્ધ વચ્ચેનો ભેદ સમજાવવો.
તકરારમાં તેઓ મારા કાયદા અનુસાર ન્યાય કરવા ઊભા રહે; તેઓ મારા કાનૂનો પ્રમાણે ન્યાય કરે. અને તેઓ દરેક ઉત્સવોમાં મારા નિયમો તથા કાનૂનો પાળે; તેઓ મારા વિશ્રામવારો પાળે.
જે દિવસે તે પવિત્રસ્થાનમાં આવે, એટલે અંદરના આંગણામાં પવિત્રસ્થાનમાં આવે, ત્યારે તે પોતાના માટે પાપાર્થાર્પણ લાવે.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
¶ ‘અને આ તેઓનો વારસો છે: હું તેઓનો વારસો છું, તમારે તેઓને ઇઝરાયલમાં કંઈ મિલકત આપવી નહિ; હું તેઓની મિલકત છું!
¶ જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.
તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
¶ સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”
¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો ટોળાંમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે લોકોને શુદ્ધ કરવા માટે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.
¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાનને માટે પાપાર્થાર્પણ ચઢાવવું.
¶ એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાર્પણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે.
¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના છ દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તે ખોલવામાં આવશે.
¶ વિશ્રામવારોના દિવસે તથા ચંદ્રદર્શનના દિવસે દેશના લોકો દરવાજા આગળ ઊભા રહીને યહોવાહનું ભજન કરે.
વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.
¶ પણ પર્વોના દિવસે જ્યારે લોકો યહોવાહની આગળ આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી ભજન કરવા પ્રવેશ કરે તે દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરે તેઓ ઉત્તરના દરવાજેથી બહાર જાય, તે જે રસ્તેથી આવ્યો હોય તે રસ્તે પાછો ન જાય, પણ તે સીધો ચાલ્યો જઈને બહાર નીકળે.
સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.
¶ દરરોજ યહોવાહને દહનીયાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો હલવાન ચઢાવવો, રોજ સવારે આ અર્પણ કરવું.
અને રોજ સવારે ખાદ્યાર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ અને મેદાને મોવણ માટે એક હીન તેલનો ત્રીજો ભાગ, કાયમનાં વિધિ પ્રમાણે યહોવાહને સારુ ખાદ્યાર્પણ છે.
¶ પ્રભુ યહોવાહ એમ કહે છે, ‘જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે.
સરદારે લોકોને વારસો લઈને તેઓને પોતાના વતનમાંથી કાઢી મૂકવા નહીં, તેણે પોતાના દીકરાઓને પોતાની સંપત્તિમાંથી જ વારસો આપવો, જેથી મારા લોકો પોતાના વતનમાંથી વિખેરાઈ જાય નહિ.
પછી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, ત્યાં એક નદી હતી હું તેમાં થઈને જઈ શકતો ન હતો, તે ઘણી ઊંડી હતી. તેમાં તરી શકાય નહિ.
હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં.
¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘આ રસ્તેથી અમારે ઇઝરાયલનાં બાર કુળો માટે જમીનનો વારસો વહેંચી લેવો: યૂસફને બે ભાગ મળે.
અને તમે તમારા ભાઈઓએ તે વારસો વહેંચી લેવો. કેમ કે તમારા પિતૃઓને આ દેશ આપવાના મેં સમ ખાધા હતા અને તેઓને તેનો વારસો મળશે.
ત્યારે એવું થશે કે જે કુળમાં પરદેશી રહેતો હોય. તમારે તેને વારસો આપવો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”