મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.

  2. હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.

  3. હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.

  4. કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.

  5. હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.

  6. તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.

  7. પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.

  8. ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.

  9. ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ

  10. “જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”

  11. પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.

  12. હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.

  13. મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; ભલું કરનાર કોઈ નથી.

  14. સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશમાંથી મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.

  15. શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.

  16. જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.

  17. સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.

  18. હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.

  19. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.

  20. કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.

  21. જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે.

  22. હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.

  23. કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.

  24. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ.

  25. હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.