મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો.

  2. મેં તેની બાજુઓની હદ બનાવી, અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી,

  3. આ સર્વ બાબતો આફતના સમયને માટે, અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે.

  4. જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે અને ઈશ્વરને પોકાર કરે છે ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?

  5. તેનું ઘર મેં અરાબાહમાં, તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે.

  6. કારણ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે અને તેમણે તેને અક્કલ આપી નથી.

  7. ¶ યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,

  8. “જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”

  9. ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,

  10. “હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.

  11. પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,

  12. “હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.

  13. શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?

  14. તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?

  15. પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.

  16. બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.

  17. પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.

  18. તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી. તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે?

  19. તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઈ નથી.

  20. તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.

  21. ¶ ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,

  22. “હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.

  23. તમે મને કહ્યું હતું, ‘સાંભળ, હવે હું તને પૂછીશ; હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.’

  24. મેં તમારા વિષે અગાઉ સાંભળ્યું હતું, પરંતુ હવે મેં તમને નજરે નિહાળ્યા છે.

  25. ¶ અયૂબ સાથે વાત કરી રહ્યા પછી યહોવાહે અલિફાઝ તેમાનીને કહ્યું, “હું તારા પર અને તારા બન્ને મિત્રો પર ગુસ્સે થયો છું, કારણ કે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નથી.