Skip to content
અયૂબ ૩૦:૧-૧૫

અયૂબ ૩૦:૧-૧૫

૧
પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, તેઓ આજે મારી હાંસી કરે છે.
૨
હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય?
૩
દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે.
૪
તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને રોતેમ વૃક્ષનાં મૂળિયાં ખાય છે.
૫
તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે.
૬
તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.
૭
તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે; તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.
૮
તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે. દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.
૯
હવે તે માણસો મારી મશ્કરી કરે છે. હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું.
૧૦
તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.
૧૧
કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે. અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે.
૧૨
મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; તેઓ મને દૂર હાંકી કાઢે છે અને મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે.
૧૩
તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી.
૧૪
તેઓ દીવાલમાં બાકોરું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
૧૫
મારા માથે વિનાશ આવી પડ્યો છે. તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે. મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0