Skip to content
1 થેસ્સલોનિકીઓને ૫:૧૨-૨૭

1 થેસ્સલોનિકીઓને ૫:૧૨-૨૭

૧૨
પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;
૧૩
અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.
૧૪
વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.
૧૫
સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.
૧૬
સદા આનંદ કરો;
૧૭
નિરંતર પ્રાર્થના કરો;
૧૮
દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
૧૯
આત્માને હોલવશો નહિ,
૨૦
પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.
૨૧
પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.
૨૨
દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
૨૩
શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
૨૪
જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
૨૫
ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
૨૬
પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
૨૭
હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options