Skip to content
1 શમુએલ ૨૩:૧૯-૨૯

1 શમુએલ ૨૩:૧૯-૨૯

૧૯
પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.
૨૦
માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું.”
૨૧
શાઉલે કહ્યું, “ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે.
૨૨
જાઓ, તે વિષે હજી વધારે નક્કી કરીને જાણો અને શોધો કે તેની સંતાવાની જગ્યા ક્યાં છે અને ત્યાં તેને કોણે જોયો છે. કેમ કે મને ખબર મળી છે કે તે ઘણો ચાલાક છે.
૨૩
માટે જુઓ, તેની સંતાઈ રહેવાની સર્વ જગ્યાઓ જાણી લઈને, સાચી માહિતી લઈને મારી પાસે આવજો, એટલે હું તમારી સાથે આવીશ, જો તે દેશમાં હશે, તો હું તેને યહૂદિયાના હજારોમાંથી માણસો શોધી કાઢીશ.”
૨૪
પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.
૨૫
શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. અને દાઉદને તેની ખબર મળી, ત્યારે તે ઊતરીને ખડકાળ પર્વત પાસે આવીને માઓનના અરણ્યમાં રહ્યો. જયારે શાઉલે તે સાંભળ્યું, ત્યારે તે માઓનના અરણ્યમાં દાઉદની પાછળ પડ્યો.
૨૬
શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.
૨૭
એક સંદેશાવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, “જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે.”
૨૮
પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.
૨૯
દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options