મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Reuben વિશે બાઇબલની કલમો: Bounds of their inheritance

11 કલમો · 24 પાસાં

Bounds of their inheritance વિશે કલમો

  1. રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.

  2. ¶ અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.

  3. ¶ મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.

  4. તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી.

  5. ¶ રુબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે, હેશ્બોન તથા પર્વતીય પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, દીબોન, બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન,

  6. યાહસા, કદેમોથ તથા મેફાથ,

  7. કિર્યાથાઈમ, સિબ્માહ, ખીણના પર્વત પરનું સેરેથ-શાહાર.

  8. ¶ બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ,

  9. સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સીહોનના રાજકુમારોને માર્યા હતા.

  10. ¶ જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો.

  11. યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.