મુખ્ય સામગ્રી પર જાઓ

Servants વિશે બાઇબલની કલમો: To be prudent in the management of their affairs

16 કલમો · 147 પાસાં

To be prudent in the management of their affairs વિશે કલમો

  1. તેણે કહ્યું, “હું ઇબ્રાહિમનો ચાકર છું.”

  2. ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.

  3. ¶ મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે.

  4. મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ.

  5. પણ મારા પિતાના ઘરે તથા મારા સગાંઓની પાસે તું જા અને મારા દીકરાને સારુ તું પત્ની લાવ.”

  6. ¶ મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?’

  7. પણ તેણે મને કહ્યું, ‘જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાંઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે.

  8. પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.”

  9. ¶ તેથી આજે જયારે હું કૂવાની પાસે આવી પહોંચ્યો ત્યારે મેં પ્રાર્થના કરી, ‘મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરો, નિશ્ચે મારી મુસાફરીમાં જો તમે મને સફળતા આપવાના જ હોય,

  10. તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ,”

  11. અને તે યુવતી મને કહે, “પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ.” તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.”

  12. ¶ હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પીવડાવ”

  13. તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.’ મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.

  14. ¶ મેં તેને પૂછ્યું, ‘તું કોની દીકરી છે?’ તેણે કહ્યું, ‘હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.’ પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી,

  15. અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી.

  16. ¶ તે માટે, હવે, જો તમે મારા માલિકની સાથે વિશ્વાસ તથા કૃપાથી વર્તવાના હોય તો મને સંમતિ દર્શાવો, જો સંમત ના હો તો પણ મને જણાવો, કે જેથી હું પાછો વળું.”