મુખ્ય સામગ્રી પર જાઓ

Ziba

13 કલમો

Ziba નો ઉલ્લેખ કરતી કલમો

  1. ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, “શું તું સીબા છે?” તેણે કહ્યું કે, “હા. હું તમારો દાસ છું.”

  2. ¶ તેથી રાજાએ કહ્યું કે, “શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?” સીબાએ રાજાને કહ્યું કે, “યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે.”

  3. રાજાએ તેને કહ્યું કે, “તે ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “લો-દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં તે છે.”

  4. ¶ પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “મેં તારા માલિકના દીકરાને શાઉલની તથા તેના કુટુંબની સર્વ સંપત્તિ આપી છે.

  5. તારે, તારા દીકરાઓએ તથા તારા દાસોએ તે ભૂમિ ખેડવી અને તેની ફસલનો પાક તારે લાવવો કે તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા યોનાથાનનો દીકરો મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દીકરા તથા વીસ ચાકરો હતા.

  6. ¶ ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા માલિક રાજાએ મને જે સર્વ આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે હું તારો દાસ વર્તીશ.” રાજાએ કહ્યું, “મફીબોશેથ રાજાઓના દીકરા સમાન મારી મેજ પર જમશે.”

  7. મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. અને સીબાના ઘરમાં જેઓ રહેતા તે બધા મફીબોશેથના દાસો હતા.

  8. ¶ દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી.

  9. રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.”

  10. ¶ રાજાએ કહ્યું કે, “તારા માલિકનો દીકરો ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “જો, તે યરુશાલેમમાં રહે છે, કેમ કે તે કહે છે કે, આ ઇઝરાયલનું ઘર છે તે મારા પિતાનું રાજ્ય છે તે મારા માટે સ્થાપિત કરવામાં આવશે.

  11. પછી રાજાએ સીબાને કહ્યું કે, “જો, જે સઘળું મફીબોશેથનું હતું તે હવે તારું છે.” સીબાએ જવાબ આપ્યો કે, “હે મારા માલિક રાજા હું વિનમ્રતાથી તને નમન કરું છું. કે “તમે મારા પર કૃપાદ્રષ્ટિ દર્શાવો.”

  12. તેની સાથે એક હજાર બિન્યામીનીઓ હતા, શાઉલનો ચાકર સીબા અને તેના પંદર દીકરાઓ અને વીસ ચાકરો પણ હતા. તેઓ રાજાની હાજરીમાં યર્દન પાર ઊતર્યા.

  13. ¶ પછી રાજાએ તેને કહ્યું, “શા માટે ગઈ ગુજરી બાબતો તું મને જણાવે છે? મેં નિર્ણય કર્યો છે કે, તું અને સીબા શાઉલની બધી મિલકત વહેંચી લો.”