મુખ્ય સામગ્રી પર જાઓ

Seeking God વિશે બાઇબલની કલમો

88 કલમો · 64 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.

  2. દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો.

  3. હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. સેલાહ.

  4. યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

  5. મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!

  6. મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.

  7. સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.

  8. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.

  9. નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.

  10. તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.”

  11. મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા. મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.

  12. માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.

  13. જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.

  14. બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.

  15. તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.

  16. યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો.

  17. જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.

  18. મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.

  19. તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.

  20. હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.

  21. ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.

  22. મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.

  23. દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી, પણ જેઓ યહોવાહને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.

  24. મેં કહ્યું, હું તો ઊઠીને નગરમાં, ગલીઓમાં તથા સરિયામ રસ્તાઓમાં ફરીને; મારા પ્રાણપ્રિયને શોધીશ.” મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.

  25. તેમનાંથી ફક્ત થોડે જ દૂર હું ગઈ એટલે મારો પ્રાણપ્રિય મને મળ્યો, જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી માતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, તેને છોડ્યો નહિ.