મુખ્ય સામગ્રી પર જાઓ

Music વિશે બાઇબલની કલમો

324 કલમો · 57 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાહની સ્તુતિ કરી.

  2. ¶ ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.

  3. તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.

  4. સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.

  5. ¶ યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.

  6. તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.

  7. ¶ હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું.

  8. ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.

  9. ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.

  10. દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.

  11. ¶ દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.

  12. ¶ વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ

  13. ¶ દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:

  14. આસાફના પુત્રો: ઝાક્કૂર, યૂસફ, નાથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.

  15. યદૂથૂનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.

  16. ¶ હેમાનના પુત્રો: બુક્કિયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.

  17. તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.

  18. ¶ તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.

  19. તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.

  20. તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.

  21. ¶ પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

  22. ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

  23. ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.

  24. પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.

  25. છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.