મુખ્ય સામગ્રી પર જાઓ

Music વિશે બાઇબલની કલમો: Appointed to be used in the temple

7 કલમો · 57 પાસાં

Appointed to be used in the temple વિશે કલમો

  1. ¶ યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા.

  2. આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો.

  3. બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.

  4. ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.

  5. દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.

  6. ¶ દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:

  7. ¶ દાઉદના પ્રબોધક ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત ઈશ્વરના ઘરમાં સેવા કરવા માટે નિયુક્ત કર્યા. કેમ કે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી.