Skip to content

Milcah વિશે બાઇબલની કલમો

30 કલમો · 2 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે સલોફહાદની દીકરીઓએ કર્યું.

  2. માહલાહ, તિર્સા, હોગ્લાહ, મિલ્કાહ તથા નૂહે એટલે સલોફહાદની દીકરીઓએ, મનાશ્શાના દીકરાઓ સાથે લગ્ન કર્યાં.

  3. તેઓએ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબમાં લગ્ન કર્યાં, તેઓનો વારસો તેઓના પિતૃઓના કુટુંબના કુળમાં કાયમ જળવાઈ રહ્યો.

  4. ¶ હવે મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. આ તેની દીકરીઓનાં નામ હતાં: માહલા, નૂહ, હોગ્લાહ, મિલ્કા અને તિર્સા.

  5. તેઓ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆ અને આગેવાનો પાસે આવી અને તેઓને કહ્યું કે, “યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી કે, “અમને અમારા ભાઈઓ સાથે વારસો આપવામાં આવે.” તેથી, યહોવાહની આજ્ઞા અનુસાર, તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વારસો આપ્યો.