Skip to content

Formalism વિશે બાઇબલની કલમો

56 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.

  2. હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.

  3. કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.

  4. હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.

  5. જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.

  6. શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?

  7. ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.

  8. સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”

  9. કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.

  10. હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.

  11. હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.

  12. તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.

  13. યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?” “હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.

  14. જયારે તમે મારી સંમુખ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?

  15. તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.

  16. તમારા ચંદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે; તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું.

  17. તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી; કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે.

  18. પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે.

  19. તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું. તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે.

  20. જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ!

  21. તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, “તેણે મને બનાવ્યો નથી,” અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, “તે મને સમજી શકતો નથી?”

  22. “હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, અને તમારાં ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહિ.

  23. જો કે તમે તમારાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ લાવશો, તોપણ હું તેનો સ્વીકાર કરીશ નહિ. હું તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોની સામે જોઈશ પણ નહિ.

  24. તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો; કેમ કે હું તમારી સારંગીનું ગાયન સાંભળીશ નહિ. તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહિ.

  25. હું શું લઈને યહોવાહની આગળ આવું? કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, અથવા એક વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું?