મુખ્ય સામગ્રી પર જાઓ

Altar of Incense વિશે બાઇબલની કલમો

32 કલમો · 17 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ સભાસ્થાનનું કામ પૂરું કર્યા પછી સુલેમાને ઈશ્વરને અર્થે જે વેદી બંધાવી હતી. તેના પર તે વર્ષમાં ત્રણ વાર દહનીયાર્પણ અને શાંત્યર્પણોનાં બલિદાન ચઢાવતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ ચઢાવતો હતો. મિલો કોઈ પ્રકારનું લેન્ડફિલ નો ઉલ્લેખ કરે છે, અને કેટલાક માને છે કે તે યરુશાલેમની પૂર્વીય તટની પૂર્વ બાજુ પર બાંધવામાં આવેલા ટેરેસનો ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે તેણે ઈશ્વરના ઘરનું એટલે સભાસ્થાનનું કામ પૂરું કર્યું અને તેનો ઉપયોગ કર્યો.

  2. ¶ પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો.

  3. અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.

  4. તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, “હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ.”

  5. ¶ પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.

  6. ¶ ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે, તેના પર તે અર્પણ કરે.

  7. ¶ એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી.