મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૧૦:૩૯આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.

  2. યોહાન ૧૦:૪૦આશરે ઈ.સ. ૩૩

    ¶ પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.

  3. યોહાન ૧૦:૪૧આશરે ઈ.સ. ૩૩

    ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’”

  4. યોહાન ૧૦:૪૨આશરે ઈ.સ. ૩૩

    ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.

  5. યોહાન ૧૧:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા.

  6. યોહાન ૧૧:૨આશરે ઈ.સ. ૩૩

    મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.

  7. યોહાન ૧૧:૩આશરે ઈ.સ. ૩૩

    ¶ તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે.

  8. યોહાન ૧૧:૪આશરે ઈ.સ. ૩૩

    પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.

  9. યોહાન ૧૧:૫આશરે ઈ.સ. ૩૩

    ¶ માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.

  10. યોહાન ૧૧:૬આશરે ઈ.સ. ૩૩

    તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા.

  11. યોહાન ૧૧:૭આશરે ઈ.સ. ૩૩

    ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.

  12. યોહાન ૧૧:૮આશરે ઈ.સ. ૩૩

    ¶ શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’”

  13. યોહાન ૧૧:૯આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.

  14. યોહાન ૧૧:૧૦આશરે ઈ.સ. ૩૩

    પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’”

  15. યોહાન ૧૧:૧૧આશરે ઈ.સ. ૩૩

    તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”

  16. યોહાન ૧૧:૧૨આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’”

  17. યોહાન ૧૧:૧૩આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.

  18. યોહાન ૧૧:૧૪આશરે ઈ.સ. ૩૩

    ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.

  19. યોહાન ૧૧:૧૫આશરે ઈ.સ. ૩૩

    હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’”

  20. યોહાન ૧૧:૧૬આશરે ઈ.સ. ૩૩

    ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”

  21. યોહાન ૧૧:૧૭આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.

  22. યોહાન ૧૧:૧૮આશરે ઈ.સ. ૩૩

    હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું.

  23. યોહાન ૧૧:૧૯આશરે ઈ.સ. ૩૩

    માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા.

  24. યોહાન ૧૧:૨૦આશરે ઈ.સ. ૩૩

    ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.

  25. યોહાન ૧૧:૨૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.