મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૧૧:૨૨આશરે ઈ.સ. ૩૩

    પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’”

  2. યોહાન ૧૧:૨૩આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”

  3. યોહાન ૧૧:૨૪આશરે ઈ.સ. ૩૩

    ¶ માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’”

  4. યોહાન ૧૧:૨૫આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.

  5. યોહાન ૧૧:૨૬આશરે ઈ.સ. ૩૩

    અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’”

  6. યોહાન ૧૧:૨૭આશરે ઈ.સ. ૩૩

    તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.

  7. યોહાન ૧૧:૨૮આશરે ઈ.સ. ૩૩

    ¶ એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’”

  8. યોહાન ૧૧:૨૯આશરે ઈ.સ. ૩૩

    એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.

  9. યોહાન ૧૧:૩૦આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા.

  10. યોહાન ૧૧:૩૧આશરે ઈ.સ. ૩૩

    ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા.

  11. યોહાન ૧૧:૩૨આશરે ઈ.સ. ૩૩

    ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.

  12. યોહાન ૧૧:૩૩આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને,

  13. યોહાન ૧૧:૩૪આશરે ઈ.સ. ૩૩

    પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ.

  14. યોહાન ૧૧:૩૫આશરે ઈ.સ. ૩૩

    ઈસુ રડ્યા.

  15. યોહાન ૧૧:૩૬આશરે ઈ.સ. ૩૩

    ¶ એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!

  16. યોહાન ૧૧:૩૭આશરે ઈ.સ. ૩૩

    પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”

  17. યોહાન ૧૧:૩૮આશરે ઈ.સ. ૩૩

    ¶ ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.

  18. યોહાન ૧૧:૩૯આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’”

  19. યોહાન ૧૧:૪૦આશરે ઈ.સ. ૩૩

    ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”

  20. યોહાન ૧૧:૪૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.

  21. યોહાન ૧૧:૪૨આશરે ઈ.સ. ૩૩

    તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”

  22. યોહાન ૧૧:૪૩આશરે ઈ.સ. ૩૩

    ¶ એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’”

  23. યોહાન ૧૧:૪૪આશરે ઈ.સ. ૩૩

    ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.

  24. યોહાન ૧૧:૪૫આશરે ઈ.સ. ૩૩

    ¶ તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.

  25. યોહાન ૧૧:૪૬આશરે ઈ.સ. ૩૩

    પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.