circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- યોહાન ૧૦:૧૪આશરે ઈ.સ. ૩૩
¶ ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.
- યોહાન ૧૦:૧૫આશરે ઈ.સ. ૩૩
જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.
- યોહાન ૧૦:૧૬આશરે ઈ.સ. ૩૩
મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
- યોહાન ૧૦:૧૭આશરે ઈ.સ. ૩૩
¶ પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.
- યોહાન ૧૦:૧૮આશરે ઈ.સ. ૩૩
કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”
- યોહાન ૧૦:૧૯આશરે ઈ.સ. ૩૩
¶ આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.
- યોહાન ૧૦:૨૦આશરે ઈ.સ. ૩૩
તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”
- યોહાન ૧૦:૨૧આશરે ઈ.સ. ૩૩
બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”
- યોહાન ૧૦:૨૨આશરે ઈ.સ. ૩૩
¶ હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.
- યોહાન ૧૦:૨૩આશરે ઈ.સ. ૩૩
ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
- યોહાન ૧૦:૨૪આશરે ઈ.સ. ૩૩
ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”
- યોહાન ૧૦:૨૫આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.
- યોહાન ૧૦:૨૬આશરે ઈ.સ. ૩૩
તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.
- યોહાન ૧૦:૨૭આશરે ઈ.સ. ૩૩
¶ મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.
- યોહાન ૧૦:૨૮આશરે ઈ.સ. ૩૩
હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.
- યોહાન ૧૦:૨૯આશરે ઈ.સ. ૩૩
¶ મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.
- યોહાન ૧૦:૩૦આશરે ઈ.સ. ૩૩
હું તથા પિતા એક છીએ.’”
- યોહાન ૧૦:૩૧આશરે ઈ.સ. ૩૩
ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
- યોહાન ૧૦:૩૨આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”
- યોહાન ૧૦:૩૩આશરે ઈ.સ. ૩૩
યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”
- યોહાન ૧૦:૩૪આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?
- યોહાન ૧૦:૩૫આશરે ઈ.સ. ૩૩
જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી,
- યોહાન ૧૦:૩૬આશરે ઈ.સ. ૩૩
તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?
- યોહાન ૧૦:૩૭આશરે ઈ.સ. ૩૩
¶ જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.
- યોહાન ૧૦:૩૮આશરે ઈ.સ. ૩૩
પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’”