circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૩૫:૭આશરે ઈ.પૂ. ૬૦૭
વળી તેઓએ અમને એવું પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવાં નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમ જ દ્રાક્ષવાડીઓ રોપવી નહિ; તમારે એવી કોઈ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; જેથી જ્યાં તમે પરદેશીઓ છો, તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય.’”
- યર્મિયા ૩૫:૮આશરે ઈ.પૂ. ૬૦૭
¶ અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, તમે તમારી સ્ત્રીઓ, તમારા દીકરા દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ.
- યર્મિયા ૩૫:૯આશરે ઈ.પૂ. ૬૦૭
અને રહેવા ઘરો બાંધશો નહિ કે તમારી પાસે દ્રાક્ષવાડી, ખેતરો કે, બી કંઈ ન હોય.
- યર્મિયા ૩૫:૧૦આશરે ઈ.પૂ. ૬૦૭
અમે તંબુઓમાં રહ્યા છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે,
- યર્મિયા ૩૫:૧૧આશરે ઈ.પૂ. ૬૦૭
પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઈ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ખાલદીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમે કહ્યું, ‘ચાલો, આપણે યરુશાલેમ જતા રહીએ, તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
- યર્મિયા ૩૫:૧૨આશરે ઈ.પૂ. ૬૦૭
¶ ત્યારબાદ યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે;
- યર્મિયા ૩૫:૧૩આશરે ઈ.પૂ. ૬૦૭
સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયા અને યરુશાલેમમાં જઈને કહે કે, ‘શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?’ આ યહોવાહનું વચન છે.
- યર્મિયા ૩૫:૧૪આશરે ઈ.પૂ. ૬૦૭
રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઈ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતાં નથી.
- યર્મિયા ૩૫:૧૫આશરે ઈ.પૂ. ૬૦૭
¶ મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, ‘તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ.
- યર્મિયા ૩૫:૧૬આશરે ઈ.પૂ. ૬૦૭
રેખાબના દીકરા યોનાદાબના દીકરાઓએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથી.
- યર્મિયા ૩૫:૧૭આશરે ઈ.પૂ. ૬૦૭
¶ તેથી યહોવાહ, સૈન્યોના ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, હું જે આફતો લાવવા બોલ્યો છું તે બધી હું યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પર ઉતારીશ. કેમ કે, મેં તેઓને કહ્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. અને મેં તેઓને હાકલ કરી ત્યારે તેઓએ મને જવાબ આપ્યો નહિ.’”
- યર્મિયા ૩૫:૧૮આશરે ઈ.પૂ. ૬૦૭
¶ પછી યર્મિયાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તમે તમારા પૂર્વજ યોનાદાબની આજ્ઞા માની છે અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે.
- યર્મિયા ૩૫:૧૯આશરે ઈ.પૂ. ૬૦૭
માટે સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, રેખાબના દીકરા યોનાદાબના વંશમાં મારી સેવા કરનારની ખોટ તને કદી પડશે નહિ.’”
¶ વળી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાહનું વચન યર્મિયાની પાસે આવ્યું કે,
“જે દિવસથી મેં તારી સાથે વાત કરી એટલે કે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ અને યહૂદિયા તેમ જ બીજી પ્રજાઓ વિષે જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ એક ઓળિયું લઈને તેના પર લખ.
કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ સાંભળે અને તેથી તેઓ પોતાના દુષ્ટ માર્ગોથી ફરે અને હું તેઓના અપરાધો અને પાપ માફ કરું.”
¶ તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં.
ત્યારબાદ યર્મિયાએ બારુખને આજ્ઞા આપી અને કહ્યું કે, “હું કેદમાં છું અને મને યહોવાહના ઘરમાં જવાનો નિષેધ છે.
માટે તું જા અને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાહના વચનો યહોવાહનાં ઘરમાં ઉપવાસના દિવસે લોકોની આગળ અને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ વાંચી સંભળાવ.
¶ કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”
યર્મિયા પ્રબોધકે કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને યહોવાહના ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં.
- યર્મિયા ૩૬:૯આશરે ઈ.પૂ. ૬૦૬
¶ યોશિયાના દીકરા યહોયાકીમ રાજાના શાસનકાળ દરમિયાન પાંચમા વર્ષના નવમા મહિનામાં યરુશાલેમના બધા લોકોએ તેમ જ યહૂદિયાના નગરોમાંથી જેઓ આવ્યા હતા તેઓને યહોવાહ સમક્ષ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.
- યર્મિયા ૩૬:૧૦આશરે ઈ.પૂ. ૬૦૬
ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાના વચનો યહોવાહના ઘરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન લહિયાના દીકરા ગમાર્યાના ઉપરના આંગણામાંના ઓરડામાં અને યહોવાહના સભાસ્થાનના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ વાંચી સંભળાવ્યાં.
- યર્મિયા ૩૬:૧૧આશરે ઈ.પૂ. ૬૦૬
¶ હવે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ યહોવાહ તરફથી આવેલા આ સંદેશાઓ જે પત્રકમાં લખેલાં હતા તે સાંભળ્યા.
- યર્મિયા ૩૬:૧૨આશરે ઈ.પૂ. ૬૦૬
ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં.