મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યર્મિયા ૨૩:૨૧આશરે ઈ.પૂ. ૬૦૫

    આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડી ગયા. મેં આ લોકોને કશું કહ્યું નથી. છતાં તેઓ પ્રબોધ કરે છે.

  2. યર્મિયા ૨૩:૨૨આશરે ઈ.પૂ. ૬૦૫

    તેઓ જો મારા મંત્રીમંડળમાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારાં વચનો સંભળાવ્યાં હોત; તેઓને તેઓના ખોટા માર્ગેથી અને કરણીઓની દુષ્ટતાથી પાછા વાળ્યા હોત.

  3. યર્મિયા ૨૩:૨૩આશરે ઈ.પૂ. ૬૦૫

    યહોવાહ કહે છે કે શું હું કેવળ પાસેનો ઈશ્વર છું અને દૂરનો ઈશ્વર નથી?

  4. યર્મિયા ૨૩:૨૪આશરે ઈ.પૂ. ૬૦૫

    શું ગુપ્ત સ્થાનોમાં કોઈ મારાથી પોતાને સંતાડી શકે છે કે હું તેને નહિ જોઉં?” એવું યહોવાહ કહે છે. “શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” એમ યહોવાહ કહે છે.

  5. યર્મિયા ૨૩:૨૫આશરે ઈ.પૂ. ૬૦૫

    ¶ ‘મને સ્વપ્ન આવ્યું છે! મને સ્વપ્ન આવ્યું છે!’ એવા જે પ્રબોધકો મારા નામે ખોટો પ્રબોધ કરે છે. તેઓએ જે કહ્યું તે મેં સાભળ્યું છે;

  6. યર્મિયા ૨૩:૨૬આશરે ઈ.પૂ. ૬૦૫

    જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે અને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે. તેઓના હ્રદયમાં એ કયાં સુધી રહેશે?

  7. યર્મિયા ૨૩:૨૭આશરે ઈ.પૂ. ૬૦૫

    જેમ તેમના પિતૃઓ બઆલને કારણે મારું નામ વીસરી ગયા હતા તેમ તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને તેઓ વડે મારા લોકની પાસે મારું નામ ભુલાવી દેવાની કોશિશ કરે છે.

  8. યર્મિયા ૨૩:૨૮આશરે ઈ.પૂ. ૬૦૫

    ¶ જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હતું તે ભલે સ્વપ્ન પ્રગટ કરે. અને જેને મેં કંઈક પ્રગટ કર્યું છે તે ભલે મારાં વચન સત્યતાથી બોલે. ઘઉંની તુલનામાં પરાળની શી કિંમત?” એમ યહોવાહ કહે છે.

  9. યર્મિયા ૨૩:૨૯આશરે ઈ.પૂ. ૬૦૫

    યહોવાહ એમ કહે છે કે, “શું મારું વચન અગ્નિ સમાન નથી? તથા “ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવું નથી?

  10. યર્મિયા ૨૩:૩૦આશરે ઈ.પૂ. ૬૦૫

    તે માટે યહોવાહ કહે છે, જુઓ, “જે પ્રબોધકો મારા વચનો એકબીજાની પાસેથી ચોરી લે છે તેઓની વિરુદ્ધ હું છું.”

  11. યર્મિયા ૨૩:૩૧આશરે ઈ.પૂ. ૬૦૫

    યહોવાહ કહે છે કે, જુઓ, જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. “અને તેઓની જીભ વાપરીને બોલે છે. તેઓની વિરુદ્ધ હું છું.”

  12. યર્મિયા ૨૩:૩૨આશરે ઈ.પૂ. ૬૦૫

    જુઓ, હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું તેઓનાં સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે.” એમ યહોવાહ કહે છે. “અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. તેઓને મેં મોકલ્યા નથી. અને તેઓને મેં કોઈ આજ્ઞા પણ આપી નથી. તેઓ આ લોકને બિલકુલ હિતકારક થશે નહિ” એમ યહોવાહ કહે છે.

  13. યર્મિયા ૨૩:૩૩આશરે ઈ.પૂ. ૬૦૫

    ¶ “જ્યારે આ લોક કે કોઈ પ્રબોધક અથવા કોઈ યાજક તેઓમાંથી કોઈ તને પૂછે કે, ‘યહોવાહની વાણી કઈ છે?’ ત્યારે તારે જવાબ આપવો કે, કઈ ઈશ્વરવાણી! યહોવાહ કહે છે કે હું તમને કાઢી મૂકીશ.’

  14. યર્મિયા ૨૩:૩૪આશરે ઈ.પૂ. ૬૦૫

    વળી આ યહોવાહની ઈશ્વરવાણી છે એવું જો કોઈ પ્રબોધક, યાજક કે કોઈ લોક કહેશે, તો હું તેને અને તેનાં કુટુંબને શિક્ષા કરીશ.

  15. યર્મિયા ૨૩:૩૫આશરે ઈ.પૂ. ૬૦૫

    ¶ ‘યહોવાહે શો ઉત્તર આપ્યો છે?’ અથવા ‘યહોવાહ શું બોલ્યા છે?’ એવું તમારે પોતપોતાના પડોશી અને ભાઈને કહેવું જોઈએ.

  16. યર્મિયા ૨૩:૩૬આશરે ઈ.પૂ. ૬૦૫

    યહોવાહની વાણી એમ તમારે ક્યારે પણ બોલવું નહિ, કેમ કે દરેકનું વચન તે જ પોતાની ઈશ્વરવાણીરૂપ થશે. કેમ કે જીવતા ઈશ્વર એટલે સૈન્યોના યહોવાહ જે આપણા ઈશ્વર છે. તેમનાં વચનો તમે સાંભળ્યાં નથી.

  17. યર્મિયા ૨૩:૩૭આશરે ઈ.પૂ. ૬૦૫

    ¶ પ્રબોધકોને તારે આ કહેવું કે; ‘યહોવાહે તને શો ઉત્તર આપ્યો? યહોવાહે તમને શું કહ્યું છે?’

  18. યર્મિયા ૨૩:૩૮આશરે ઈ.પૂ. ૬૦૫

    પણ યહોવાહની વાણી એમ તમે જો બોલશો તો યહોવાહ કહે છે કે; યહોવાહની ઈશ્વરવાણી ‘એમ તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે. છતાં “તમે યહોવાહની ઈશ્વરવાણી એવું કહેતા જાઓ છો,’

  19. યર્મિયા ૨૩:૩૯આશરે ઈ.પૂ. ૬૦૫

    તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ. પછી જે નગર મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું તેઓને હું મારી નજર સમક્ષથી કરીશ.

  20. યર્મિયા ૨૩:૪૦આશરે ઈ.પૂ. ૬૦૫

    અને જે કદી ભુલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર લાવીશ.”

  21. યર્મિયા ૨૪:૧આશરે ઈ.પૂ. ૫૯૮

    ¶ યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને, યહૂદિયાના અધિકારીઓને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન બનાવીને લઈ ગયો, ત્યારબાદ જુઓ, યહોવાહના સભાસ્થાનની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાહે મને દેખાડી.

  22. યર્મિયા ૨૪:૨આશરે ઈ.પૂ. ૫૯૮

    એક ટોપલીમાં તાજાં અને પ્રથમ અંજીરના ફળ જેવાં બહુ સારાં અંજીર હતાં. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલાં અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.

  23. યર્મિયા ૨૪:૩આશરે ઈ.પૂ. ૫૯૮

    પછી યહોવાહે મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

  24. યર્મિયા ૨૪:૪આશરે ઈ.પૂ. ૫૯૮

    ¶ પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે,

  25. યર્મિયા ૨૪:૫આશરે ઈ.પૂ. ૫૯૮

    “યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “યહૂદિયામાંથી જે લોકો બંદીવાસમાં ગયા છે. જેમને મેં અહીંથી ખાલદીઓના દેશમાં મોકલ્યા છે તેઓને હું આ સારાં અંજીર જેવા માનું છું.