circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યર્મિયા ૨૨:૨૬આશરે ઈ.પૂ. ૫૯૮
જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો.
- યર્મિયા ૨૨:૨૭આશરે ઈ.પૂ. ૫૯૮
¶ અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ.
- યર્મિયા ૨૨:૨૮આશરે ઈ.પૂ. ૫૯૮
આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી?
- યર્મિયા ૨૨:૨૯આશરે ઈ.પૂ. ૫૯૮
હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ:સંતાન મૃત્યુ પામશે.
- યર્મિયા ૨૨:૩૦આશરે ઈ.પૂ. ૫૯૮
તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદા પર રાજ કરે.”
¶ “જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને અફસોસ!” એમ યહોવાહ કહે છે.
તેથી જે પાળકો મારા લોકનું પાલન કરે છે તેઓ વિષે યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “તમે મારા ટોળાંને વિખેરી નાખ્યું છે અને નસાડી મૂક્યું છે. અને તેની પર ધ્યાન નથી આપ્યું, એ માટે! હવે હું તમે કરેલા દુષ્કૃત્યોની તમને સજા કરીશ” એવું યહોવાહ કહે છે.
¶ “વળી જે દેશોમાં મેં મારા ટોળાંને નસાડી મૂક્યા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ. ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.
હું એવા પાળકોની નિમણૂક કરીશ કે જેઓ તેમનું પાલન કરે. તેઓ ફરી બીશે નહિ કે ગભરાશે નહિ. અને ભૂલા પડશે નહિ” એમ યહોવાહ કહે છે.
‘યહોવાહ કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે “જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર’ ઉગાવીશ. તે રાજા તરીકે રાજ કરશે. તેના શાસનમાં આબાદી હશે. અને દેશમાં ન્યાય અને નીતિમત્તા લાવશે.
તેની કારકિર્દીમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલ સુરક્ષિત રહેશે. અને યહોવાહ અમારું ન્યાયીપણું છે. એ નામથી તેઓ તમને બોલાવશે.
¶ યહોવાહ કહે છે, માટે જુઓ, હવે એવો સમય આવે છે,” “જ્યારે લોકો એવું નહિ કહે કે, ઇઝરાયલપુત્રોને મિસરમાંથી બહાર લાવનાર ‘યહોવાહ જીવતા છે.’
પણ એમ કહેશે કે, ‘ઇઝરાયલના વંશજોને ઉત્તરદેશમાંથી અને તેઓને જ્યાંથી નસાડી મૂક્યા હતા તે સર્વ દેશોમાંથી ફરી પાછા લાવનાર યહોવાહ જીવતા છે, તેઓ તેઓની પોતાની ભૂમિમાં વસશે.’”
- યર્મિયા ૨૩:૯આશરે ઈ.પૂ. ૬૦૫
પ્રબોધકો વિષેની વાત; મારું હૃદય મારામાં વ્યથિત થયું છે. મારાં સર્વ હાડકાં કંપે છે. હું દ્રાક્ષારસથી મગ્ન બનેલ છું, યહોવાહને લીધે અને તેમના પવિત્ર વચનોને લીધે દ્રાક્ષારસથી મગ્ન થયેલા માણસના જેવો છું.
- યર્મિયા ૨૩:૧૦આશરે ઈ.પૂ. ૬૦૫
કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરાઈ ગયો છે. આ કારણે દેશ શોક કરે છે. જંગલમાંનાં બીડો સુકાઈ ગયાં છે. આ પ્રબોધકોનો’ માર્ગ દુષ્ટ છે; અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી.
- યર્મિયા ૨૩:૧૧આશરે ઈ.પૂ. ૬૦૫
યહોવાહ કહે છે કે, પ્રબોધકો અને યાજકો બન્ને ભ્રષ્ટ થઈ ગયા છે. મેં તેઓની દુષ્ટતા મારા ઘરમાં પણ જોઈ છે.”
- યર્મિયા ૨૩:૧૨આશરે ઈ.પૂ. ૬૦૫
તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઈ ગયા છે. તેઓને હડસેલી મૂકવામાં આવશે; અને તેઓ તેમાં પડશે. કેમ કે હું તેઓના પર વિપત્તિ એટલે શાસનનું વર્ષ લાવીશ એમ યહોવાહ કહે છે.
- યર્મિયા ૨૩:૧૩આશરે ઈ.પૂ. ૬૦૫
મેં સમરુનના પ્રબોધકોમાં ઘૃણાજનક બાબતો જોઈ છે; તેઓએ બઆલને નામે પ્રબોધ કર્યો છે અને મારા ઇઝરાયલી લોકોને ખોટે માર્ગે દોર્યા છે.
- યર્મિયા ૨૩:૧૪આશરે ઈ.પૂ. ૬૦૫
અને યરુશાલેમના પ્રબોધકોમાં મેં ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે અને અસત્યના માર્ગે ચાલે છે. તેઓ દુષ્ટોના હાથને મજબૂત કરે છે. અને કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી. મારે મન તેઓ બધા સદોમના જેવા છે. અને તેના રહેવાસીઓ ગમોરાના જેવા થઈ ગયા છે.”
- યર્મિયા ૨૩:૧૫આશરે ઈ.પૂ. ૬૦૫
તેથી પ્રબોધકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે કે; “જુઓ, હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઈશ, કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં દુષ્ટતા ફેલાઈ રહી છે.”
- યર્મિયા ૨૩:૧૬આશરે ઈ.પૂ. ૬૦૫
સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનું તમે સાંભળશો નહિ. તેઓ વ્યર્થ વાતો કરે છે. તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતા પણ પોતાના મનની કલ્પિત વાતો કરે છે.
- યર્મિયા ૨૩:૧૭આશરે ઈ.પૂ. ૬૦૫
જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેઓને તેઓ કહેતા ફરે છે કે, ‘યહોવાહ કહે છે કે તમને શાંતિ થશે.” જેઓ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ ચાલે છે તેમને કહે છે, તમારા પર કોઈ પણ વિપત્તિ આવશે નહિ.’
- યર્મિયા ૨૩:૧૮આશરે ઈ.પૂ. ૬૦૫
છતાં, યહોવાહના મંત્રીમંડળમાં કોણ ઊભું રહી શકે? કોણ તેમનું વચન જોવા અને સાંભળવા ઊભા રહે? કોણે તેમનું વચન સાંભળવા ધ્યાન આપ્યું છે?
- યર્મિયા ૨૩:૧૯આશરે ઈ.પૂ. ૬૦૫
જુઓ, યહોવાહ પાસેથી તોફાન આવે છે. તેમનો કોપ હા, ઘૂમરી મારતો રોષ પ્રગટ થયો છે. ઘૂમરી મારતો વંટોળીયો દુષ્ટના માથા પર આવી પડશે.
- યર્મિયા ૨૩:૨૦આશરે ઈ.પૂ. ૬૦૫
યહોવાહ પોતાના હ્રદયના મનોરથોને અમલમાં ન લાવે તથા સિદ્ધ કરે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછલા દિવસોમાં, તમે તે સમજી શકશો.