God
God નો ઉલ્લેખ કરતી કલમો
¶ પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. આ પુસ્તકમાં લખેલાં વચનો અમલમાં લાવવા માટે, સંપૂર્ણ હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાહની પાછળ ચાલવાનો, તેમની આજ્ઞાઓ, હુકમો તથા કાનૂનો પાળવાનો તેમની આગળ કરાર કર્યો. તેની સાથે બધા લોકો આ કરારમાં સંમત થયા.
¶ તે પછી રાજાએ હિલ્કિયા યાજકને તથા મદદનીશ યાજકને તેમ જ દ્વારરક્ષકોને આજ્ઞા કરી કે, બઆલ, અશેરાની મૂર્તિ તેમ જ આકાશના તારામંડળોની સેવામાં વપરાતાં બધાં વાસણો યહોવાહના સભાસ્થાનમાંથી બહાર કાઢી લાવો. અને તેઓએ તે બધાને યરુશાલેમ બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં બાળી નાખ્યાં અને તેની રાખ બેથેલ લઈ ગયા.
¶ તે યહોવાહના સભાસ્થાનમાંથી અશેરાની મૂર્તિને કાઢી લાવ્યો, યરુશાલેમની બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં તેને બાળી. તેને કૂટીને ભૂકો કરીને તે રાખ સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.
તેણે યહોવાહના ઘરમાં આવેલા સજાતીય સંબંધવાળાઓનાં નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યાં.
તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાહની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બેખમીર રોટલી ખાતા હતા.
યહોવાહના સભાસ્થાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી નાથાન મેલેખની ઓરડી પાસે, જે ઘોડાની મૂર્તિઓ યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરી હતી, તેઓને તેણે દૂર કરી. યોશિયાએ સૂર્યના રથોને બાળી નાખ્યા.
¶ આહાઝના ઉપરના ઓરડાના ધાબા પર યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓનો, જે વેદીઓ મનાશ્શાએ યહોવાહના સભાસ્થાનનાં બે આંગણામાં બાંધી હતી, તેઓનો યોશિયા રાજાએ નાશ કર્યો. યોશિયાએ તેના ટુકડે ટુકડાં કરીને તેનો ભૂકો કરી કિદ્રોનની ખીણમાં નાખી દીધો.
જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાહનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી.
¶ પછી તેણે પૂછ્યું, “પેલું સ્મારક જે હું જોઉં છું તે શાનું છે?” નગરના માણસોએ તેને કહ્યું, “તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતા, તેની કબર છે.”
¶ વળી સમરુનનાં નગરોમાં ઉચ્ચસ્થાનોનાં બધાં મંદિરો, જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને યહોવાહને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યાં. જે બધાં કાર્યો તેણે બેથેલમાં કર્યાં હતાં તે પ્રમાણે તેણે કર્યું.
¶ રાજાએ બધા લોકોને આજ્ઞા કરી કે, કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે “તમારા ઈશ્વર યહોવાહ માટે પાસ્ખાપર્વ પાળો.”
પણ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે આ પાસ્ખાપર્વ યહોવાહના માટે યરુશાલેમમાં ઊજવવામાં આવ્યું.
¶ યોશિયાએ મરેલાંઓ અને આત્માઓ સાથે વાત કરનારનો નાશ કર્યો. વળી તેણે જાદુગરોને, મૂર્તિઓને, તથા યહૂદિયા અને યરુશાલેમમાં જોવામાં આવેલી બધી ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરી, જેથી યહોવાહના સભાસ્થાનમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે.
તેના પહેલાં એવો કોઈ રાજા થયો નહોતો કે, જે પોતાના પૂરા હૃદયથી, પૂરા મનથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્રનું પાલન કરીને યહોવાહ તરફ વળ્યો હોય. યોશિયા પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.
¶ તેમ છતાં જે મૂર્તિપૂજા કરીને મનાશ્શાએ યહોવાહને ગુસ્સે કર્યાં હતા તેને લીધે તેમનો ગુસ્સો યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો, તેમનો કોપ નરમ પડ્યો નહિ.
યહોવાહે કહ્યું, “મેં ઇઝરાયલીઓને દૂર કર્યા છે, તેમ જ હું યહૂદિયાના લોકોને પણ મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ, આ નગર, યરુશાલેમ, જેને મેં પસંદ કર્યું છે, જે સભાસ્થાન વિષે મેં કહ્યું, ‘ત્યાં મારું નામ રહશે, તેમને હું તજી દઈશ નહિ.’”
યહોઆહાઝે તેના પિતૃઓએ જે કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું.
યહોયાકીમે પોતાના પિતૃઓએ જે બધું કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
યહોવાહ પોતાના સેવક પ્રબોધકો દ્વારા જે વચન બોલ્યા હતા તે પ્રમાણે, યહોવાહે યહોયાકીમ વિરુદ્ધ ખાલદીઓની ટોળી, અરામીઓ, મોઆબીઓ તથા આમ્મોનીઓને રવાના કર્યાં; તેમણે યહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે તેઓને મોકલ્યા.
¶ મનાશ્શાએ તેનાં કૃત્યોથી જે પાપો કર્યાં હતાં તેને લીધે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કરવા યહોવાહની આજ્ઞાથી જ યહૂદિયા પર દુઃખ આવી પડ્યું હતું.
અને નિર્દોષ રક્ત વહેવડાવ્યાના લીધે, તે નિર્દોષ લોહીથી તેણે યરુશાલેમને ભરી દીધું હતું, માટે યહોવાહ તેને ક્ષમા કરવા ઇચ્છતા ન હતા.
તેના પિતાએ કરેલાં બધાં કાર્યો પ્રમાણે તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
¶ યહોવાહે કહ્યું હતું તે પ્રમાણે, યહોવાહના સભાસ્થાનની તેમ જ રાજમહેલની બધી કિંમતી વસ્તુઓ તે ઉપાડી ગયો. તેણે યહોવાહના ઘરમાં ઇઝરાયલના રાજા સુલેમાને બનાવેલા સોનાનાં બધાં વાસણોને કાપીને ટુકડાં કર્યાં.
યહોયાકીમે જેમ કર્યું હતું તેમ સિદકિયાએ યહોવાહની દ્રષ્ટિમાં જે બધું ખોટું હતું તે કર્યું.
યરુશાલેમ અને યહૂદિયામાં આ બધું જે થયું તે યહોવાહના કોપને લીધે થયું, તેથી તેમણે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો.