Skip to content
નહેમ્યા ૧૧:૨૫-૩૬

નહેમ્યા ૧૧:૨૫-૩૬

૨૫
ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા.
૨૬
અને યેશૂઆમાં, મોલાદામાં, બેથ-પેલેટમાં.
૨૭
હસાર-શૂઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
૨૮
તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
૨૯
એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
૩૦
ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
૩૧
બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
૩૨
તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,
૩૩
હાસોર, રામા, ગિત્તાઈમ,
૩૪
હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
૩૫
લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
૩૬
અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0