Skip to content
ઊત્પત્તિ ૪૯:૨૦-૩૩

ઊત્પત્તિ ૪૯:૨૦-૩૩

૨૦
આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.
૨૧
નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
૨૨
યૂસફ ફળદ્રુપ ડાળી છે; તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે, આ ડાળી દીવાલ પર વિકસે છે.
૨૩
ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા, અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો અને તેને સતાવ્યો.
૨૪
પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે, પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા. અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.
૨૫
તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી, એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી, જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.
૨૬
તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; તેઓ યૂસફના શિર પર રહેશે, આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.
૨૭
બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે: સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે.”
૨૮
એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં.
૨૯
પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, “હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે,
૩૦
એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.
૩૧
ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે.
૩૨
એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં.”
૩૩
જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options