Skip to content

Trial વિશે બાઇબલની કલમો

15 કલમો · 2 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ હવે એમ થયું કે, એક દિવસ ઇઝરાયલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો તે ઇઝરાયલના લોકો મધ્યે ફરવા નીકળ્યો.

  2. ઇઝરાયલી સ્ત્રીના દીકરાએ યહોવાહના નામનું દુર્ભાષણ કરીને તેમને શાપ દીધો. તેથી લોકો તેને મૂસા પાસે લાવ્યા. તેની માતાનું નામ શલોમીથ હતું. તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી.

  3. યહોવાહથી તેમની ઇચ્છા જણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તેને ચોકીમાં રાખ્યો.

  4. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,

  5. “જે માણસે યહોવાહને શાપ આપ્યો છે તેને છાવણીથી બહાર લઈ જા. જેઓએ તેને બોલતા સાંભળ્યો હોય તે સર્વએ પોતાના હાથ તેના માથા પર મૂકવા. પછી બધા લોકો પથ્થરો મારીને તેને મારી નાખે.

  6. ‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’”

  7. ¶ પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.

  8. ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.

  9. પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.

  10. તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’

  11. સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”

  12. ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’”

  13. ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’”

  14. ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.

  15. ¶ યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.