મુખ્ય સામગ્રી પર જાઓ

The, or Immediate Government By God Theocracy વિશે બાઇબલની કલમો: Proclaiming war

8 કલમો · 15 પાસાં

Proclaiming war વિશે કલમો

  1. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ.”

  2. ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને “યહોવાહ નિસ્સી” એવું નામ આપ્યું.

  3. તેણે કહ્યું કે, “અમાલેકીઓ તેમના હાથ યહોવાહના સિંહાસન તરફ લંબાવ્યા હતા અને યહોવાહે પ્રતિજ્ઞા કરી છે કે, તે વંશપરંપરાગત અમાલેક સાથે યુદ્ધ કરશે.”

  4. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  5. “ઇઝરાયલી લોકોનો બદલો તું મિદ્યાનીઓ પાસેથી લે. તેવું કર્યા પછી તું તારા લોકો સાથે ભળી જઈશ.”

  6. યહોવાહે યહોશુઆને કહ્યું, “જો, મેં યરીખોને, તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.

  7. ¶ તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું.

  8. ¶ અને યહોવાહે યહોશુઆને કહ્યું, “બીશ નહિ, હિંમત હારીશ નહિ. તારી સાથે સર્વ લડવૈયાઓને લે અને આય જા. જો, મેં આયનો રાજા, તેના લોક, તેનું નગર અને તેનો દેશ તારા હાથમાં આપ્યાં છે.