મુખ્ય સામગ્રી પર જાઓ

Quotations and Allusions વિશે બાઇબલની કલમો: Hebrews 3:7, »To day if ye will hear his voice...«

10 કલમો · 252 પાસાં

Hebrews 3:7, »To day if ye will hear his voice...« વિશે કલમો

  1. કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!

  2. “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,

  3. જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.

  4. કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.’

  5. માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”

  6. ¶ એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો,

  7. તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

  8. ¶ ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં.

  9. એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, “તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ.

  10. માટે એટલી બધી વાર પછી ફરી નીમેલો દિવસ ઠરાવીને જેમ અગાઉથી કહેવામાં આવ્યું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે, જો ‘આજે તમે તેની વાણી સાંભળો, તો તમે તમારાં હૃદયોને કઠણ ન કરો.’”